લોક ડાઉનના પગલે ૧૫ યુવાનોએ કર્યો ૨૪ કલાકનો ભોજન સેવા યજ્ઞ

70

એક હજાર લોકોને સવારનો નાસ્તો, બપોરે ભોજન ને રાત્રે ભરપેટ ભોજન કરાવ્યું

રંગીલુ રાજકોટ ગુજરાતને દેશમાં સેવાનગરી નામે સુવિખ્યાત છે ત્યારે પ્રવર્તમાન લોકડાઉનમાં ફૂટપાથ રસ્તે રજળતા સાથે ગોધરીયા મજૂરો સહિતના લોકોને અત્યારે બધુ બંધ હોવાથી જમવાની મુશ્કેલી પડી રહી છે. કામ ધંધા બંધ છે, પૈસા ખાલી થઈ ગયા છે. ત્યારે બે ટંક રોટલો કયાંથી લાવે.

ઘણી બધી સંસ્થા કાર્યરત છે પણ શહેરમાં એક ૧૫ યુવાનોની ટીમની ભોજન સેવા ઉંડીને આંખે વળગી છે. દિવસ રાત્રી જોયા વગર ૨૪ કલાક પોતે ભૂખ્યારહીને એક હજાર લોકોને ભોજન કરાવ્યુ છે.

શેરવીથ સ્માઈલ સંસ્થાના યુવાનોએ ગઈકાલે મોડી રાત્રી સુધી કે.કે.વી.ચોક, કોઠારીયા, મવડી ઈન્દિરાસર્કલ અને સીવીલ હોસ્પિટલે દર્દીના સગાને ભરપેટ ભોજન કરાવ્યું.

ગઈકાલે ૧૫ યુવા સભ્યોની ટીમે કપીલ પંડયાની આગેવાનીમાં સવારે ચા , ફૂડ પેકેટ બપોરે ભોજનમા થેપલા, સુકી ભાજી, બપોરે ફરીન નાસ્તોને રાત્રે થેપલા-સુકીભાજીનું ભોજન ને મોડી રાત્રે બટેટા પૌવા લગભગ એક હજાર લોકોને તેના સ્થળ પર પહોચાડીને ભોજન સેવાયજ્ઞ કર્યો હતો.

‘ભુખ્યા ને ભોજન’ નો મંત્ર યથાર્થ કરતા આ યુવાનો ૨૪ કલાકથી પોતાને ઘેર ગયા નથી મુશ્કેલીમાં લોકો કેમ સહાયભૂત થવું એજ એનો મંત્ર છે. આ યુવાનોને સમાજનો, દાતાનો સહયોગ પણ ખૂબજ મળી રહ્યો છે.

રાત્રીનાં બટેટા પૌવા માટે માય ઈન્ડિયા ફસ્ટ ફાઉન્ડેશન-પ્રમુખ સચીનભાઈ કોટકનો ટેકો મળેલ છે. થેપલા સુકી ભાજીના ડોનર તરીકે ડો. ભાવના જોશી, લીનાબેન શુકલ તથા હર્ષલભાઈ ખજુડીયાએ સહયોગ આપ્યો હતો.

સિવિલમાં દર્દીના સગાને ૮૦૦ પેકેટ થેપલા, સુકી ભાજી, ચવાણું, સેવ, ગાંઠીયા, સકરપારાના પેકેટ આપ્યા હતા સાથે ગોધરાનાં ૪૦૦ મજૂરોને નાસ્તો-ચા-પાણી જમવાનું આપેલ હતુ.

૨૪ કલાક સેવા આપનાર યુવાનોમાં કપિલ પંડયાની આગેવાનીમાં મયુર પટેલ, રાકેશ ભાટી, ભગીરથસિંહ જાડેજા, આનંદ ત્રિવેદી, હેમલટાંક, રિતેશ મકવાણા, સુકેતુભાઈ, અભિતલાટીયા, કિશન તુવેર, વિશ્ર્વજીતસિંહ પરમાર, સિધ્ધરાજસિંહ પરમાર, રાહુલ ઝીંઝુવાડીયા, ઈન્દ્રજીતસિંહ પઢિયાર એ ૨૪ કલાક ખડે પગે સેવા આપી હતી.

એક હજાર કિલો ફૂડ પેકેટનાં ડોનર વિમલભાઈ પાનખાણીયા એન્ડ ગ્રુપનો સહયોગ મળ્યો હતો.

રાજકોટના આ યુવા ગ્રુપની નિસ્વાર્થ સેવા ને તબીબો-અધિકારીઓ સાથે લાભાર્થીએ પણ સરાહના કરી હતી. મહાનગરમાં એકલા રહેતા નિ:સહાય વૃધ્ધો વડિલો અને નિરાધાર વ્યંકિતઓને ભોજન નાસ્તાની આ ગ્રુપની સેવા માટે સહયોગ આપવા માંગતા લોકોએ કપીલ પંડટા ૯૯૦૯૯ ૬૦૪૨૩ ઉપર સંપર્ક સાધવો.

સિવિલમાં દવા લેવા આવેલ યુવાને ભોજન કરીને રૂ.૫૦૦ યુવાનોને આપ્યા

સેવા ભાવિ યુવાનોની ટીમ ગઈકાલ સવારે ઈમરજન્સી વોર્ડ પાસે ફૂડ પેકેટ આપતા હતા ત્યારે એક યુવકે ફૂડપેકેટ લઈને ખાધા બાદ રૂા.૫૦૦ આ યુવાનોને આપ્યા. યુવાનોએ ના પાડી છતા પેલા યુવકે પોકેટમાં મૂકીને બોલ્યો..’ તમે આટલી સરસ સેવા કરો છું. હું તો ખર્ચ કરી શકું એમ છું પણ બધુ બંધ છે. ત્યારે પેટની ભૂખ ભાંગવા તમારા ફૂડ પેકેટથી મને તૃપ્તી થઈ. પણ આ રૂપિયા તમે રાખો તે મને ગમશે. બીજાને ભોજન કરાવવા કામ લાગશે. સેવા ભાવિ યુવાનો પણ આ પૈસાના ચા-બિસ્કીટ લઈને ત્યાંજ વિતરણ કરીને સેવાયજ્ઞની જયોત વધુ પ્રજજવલીત કરી હતી. બધા જ યુવાનોએ પેલા યુવાનની પ્રશંસા કરીને અભિનંદન સાથે તેની ભાવનાની કદર કરી હતી.

Loading...