Abtak Media Google News

રાત્રે સ્નેહમિલન યોજાયું: મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ પર્વની શાનદાર ઉજવણી કરાઇ

ઉપલેટા સમગ્ર જીલ્લામાં હિન્દુ-મુસ્લીમ એકતાના રાહ ચિંધનાર શહેર છે. હિન્દુ-મુસ્લીમના કોઇ પણ નાના મોટા તહેવારો હોય તેમાં સૌ સાથે મળી તહેવાર અંતગત શુભેચ્છા દ્વારા આવતા હોય છે. છેલ્લા એક સપ્તાહથી મુસ્લીમ સમાજ મહોરમ પર્વની શાનદાર રીતે ઉજવણી થયા તે માટે મુસ્લીમ સમાજ તાડમાર તૈયારી કરી રહ્યો હતો.

ગઇકાલે બપોર બાદ તાજીયા પડમાં આવતા ગત રાત્રી સરઘસની રાત તરીખે ઓળખાય છે. અને આખી રાત્રી વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે શહેરના ધોરાજી દરવાજા પાસે હુશૈી કમીટી દ્વારા હિન્દુ-મુસ્લીમ એકતાનું દર વર્ષ સ્નેહ મિલન યોજે છે.

Photogrid 1537476294720ગત રાત્રે પણ આવુ જ સંમેલન યોજાતા તેમાં ધારાસભ્ય લલીતભાઇ વસોયા, નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા શહેર ભાજપ મહામંત્રી નિકુંભભાઇ ચેરવાડીયા, શિક્ષણ સમીતીના ચેરમેન રમણીકભાઇ લાડાણી, બાંધકામ સમીતીના ચેરમેન મયુરભાઇ સુવા, જીજ્ઞેશભાઇ વ્યાસ, નગરપાલિકાના સભ્યો જેન્તીભાઇ ગજેરા, અજયભાઇ જાગાણી, રણુભા જાડેજા, જગદીશભાઇ કપુરપા અજય જાગાણી પત્રકાર ભરત રાણપરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇ, બાબુભાઇ ડેર, કમલેશભાઇ વ્યાસ, મુસ્લીમ આગેવાનો સમસ્ત મેમન જમાતના પ્રમુખ ભોલાભાઇ ધોરાજીવાલા, ઉઘોગપતિ જુનેદભાઇ તાપાણી, રફીકભાઇ મુસાણી, હનીફભાઇ કોઠી, આરીફ તાણાણી, સહીત હીન્દુ મુસ્લીમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા હુશૈની કમીટીના શબીર બાપુ, બોડુભાઇ ખાટકી, મનસુખ આમદશાહ, આરિફ ખોખર, શાહરુખ બુખારી ઇમરાનબાપુ કાદરી મહેબુબ ખાલી સહીત કમીટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.