Abtak Media Google News

જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના વિદ્યાર્થી બીરેન કારેણાની જેઈઈ એડવાન્સમાં સફળતા મેળવી આઈઆઈટીમાં એન્ટ્રી

પુજીત ‚પાણી ટ્રસ્ટ જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટના માધ્યમથી જ‚રીયાતમંદ અને બાળકોનું ભવિષ્ય ઉજજળ બનાવી રહ્યું છે. એક રીતે કહીએ તો ભગવાનના દર્શન કરવા મંદિર-મસ્જિદ નહી પરંતુ પુજીત ‚પાણી ટ્રસ્ટના આંગણે જવું જોઈએ. જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટ વર્ષ ૨૦૦૨ના ગુરુપૂર્ણિમાના દિવસથી શ‚ કરવામાં આવ્યો હતો. કોલસાની ખાણમાંથી હિરો શોધવાનો ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે એટલે કે ગરીબ પણ તેજસ્વી વિદ્યાર્થી નાણાકિય અછતના કારણે ભણી શકતા નથી તેને ટ્રસ્ટ ધો.૮ થી ૧૨ સુધી અને આગળ મેડિકલ અને એન્જીનિયરીંગમાં પ્રવેશ મળે ત્યાં સુધી દતક લઈને ભણાવે છે. ટ્રસ્ટનો હેતુ સાકાર થતો હોવાના અનેક પુરાવા મળ્યા છે. તાજેતરમાં જ જેઈઈ એડવાન્સમાં ટ્રસ્ટે દતક લીધેલો વિદ્યાર્થી બીરેન નારણભાઈ કારેણા ઉતિર્ણ થયો છે અને આઈઆઈટીમાં પ્રવેશ માટે તૈયાર છે. આ તકે અબતકની મુલાકાતે આવેલા શ્રીમતી અંજલીબેન ‚પાણી, ડો.મેહુલભાઈ ‚પાણી અને ભાવેનભાઈ ભટ્ટ તથા બિરેન કારેણાએ ટ્રસ્ટની કામગીરીની વિગતો આપી હતી.

તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેકટ અંતર્ગત ટ્રસ્ટ મ્યુનિસિપલ શાળા સંચાલિત શાળાઓમાં તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ-૭માં ૮૫% ી વધુ ગુણ મેળવેલ બાળકોની પ્રવેશ પરીક્ષા રાખે છે. જેમાં અંદાજે ૫૦૦ જેટલા બાળકો હોય છે. તેમાંી અતિ ગરીબ અને જ‚રિયાતમંદ એવા ૧૦ તેજસ્વી બાળકોને ધો.૮ ી ટ્રસ્ટ દ્વારા દતક લેવામાં આવે છે. જેમાં તેને અભ્યાસલક્ષી અને મેડિકલની તમામ સહાયો ટ્રસ્ટ પુરી પાડે છે. આ “જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ અંતર્ગતના ધો.૮ ી ધો.૧૨ના બાળકોને રાજકોટની નામાંકિત હાઈસ્કુલમાં પ્રવેશ અપાવી સારું શિક્ષણ અપાવવામાં મદદ કરીએ છીએ જેવી કે ધો.૮,૯,૧૦ માં લાલ બહાદુર શાી વિદ્યાલય, સરસ્વતી શીશુમંદિર, જી.ટી.ગર્લ્સ હાઈસ્કુલ, કાંતાી વિકાસ હાઈસ્કુલ, મુરલીધર સ્કુલ, મોદી સ્કુલ, પાઠક સ્કુલ, ચાણકય વિદ્યાલય વિગેરે પ્રતિષ્ઠિત સ્કુલોમાં તેમજ ધો.૧૧,૧૨ માટે રાજકોટની પ્રખ્યાત ધોળકીયા હાઈસ્કુલ, પી.વી.મોદી હાઈસ્કુલ, એસ.કે.પાઠક હાઈસ્કુલ, ક્રિષ્ના હાયર સેકેન્ડરી, ભરાડ વિદ્યા મંદિર જેવી ખ્યાતનામ શાળાઓમાં પ્રવેશ અપાવી અને સારું શિક્ષણ મેળવી શકે તેવી વ્યવસ કરીએ છીએ. આ તમામ બાળકોનો શિક્ષણનો પાયો મજબુત બને તેી ધો.૮ માંી જ તેજસ્વી કારકિર્દી બની રહે તે માટે આ બાળકોની વિશેષ કાળજી લઈ ગણિત, સવારે ૭:૩૦ ી ૧૦:૩૦ સુધી વિશેષ કોચીંગ આપી અને સારો વિદ્યા અભ્યાસ કરાવવામાં આવે છે. આ પ્રોજેકટના તમામ બાળકોને સ્કુલ તેમજ ટ્રસ્ટ ખાતે ટયુશનમાં આવવા જવા માટે ટ્રસ્ટ દ્વારા સાયકલ પણ આપવામાં આવે છે.

આ ઉપરાંત વિર્દ્યાીઓને વિદ્યાઅભ્યાસમાં જ‚રી તમામ વસ્તુઓ જેવી કે, સ્કુલબેગ કંપાસ, બોકસ, પેન-પેન્સીલ, પુસ્તકો, નોટબુકસ, ફુલ સ્કેપ ચોપડાઓ, નવનીતો, અપેક્ષિતો વગેરે આપવામાં આવે છે. આ બાળકોની સ્કુલની તમામ ફી જેવી કે, પ્રવેશ ફી, પરીક્ષા ફી, સત્ર ફી, લાયબ્રેરી ફી વિગેરે ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.આ પ્રોજેકટ અંતર્ગત જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટની આઠ સીનીયર બેચના વિર્દ્યાીઓએ આગળ અભ્યાસ પૂર્ણ કરી તેઓની ડિગ્રી પ્રમાણષ પ્રતિષ્ઠિત કંપની સંસમાં સારા પગાર સો સર્વિસ મેળવી અને પોતાના કુટુંબને ર્આકિ વ્યવસમાં મદદ‚પ ઈ રહ્યાં છે. જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટમાં ટ્રસ્ટની દસ સીનીયર બેચો ધો.૧૨ની પરીક્ષા આપી આગળ ધો.૧૨ પછી ઉચ્ચ અભ્યાસક્રમમાં જોડાઈને ઉજ્જળ ભવિષ્ય તરફ આગળ વધેલ છે. જે અંતર્ગત મેડીકલમાં ૧૯, બી.એસ.સી.માં ૧૨, ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશનમાં ૧૩, કોમ્પ્યુટર એન્જીનિયરીંગમાં ૧૧, બી.બી.એ.માં ૩, ઈન્સ્ટુમેન્ટ એન્ડ કંટ્રોલમાં ૩, ફીઝીયોથેરાપીમાં ૪, બી.ટેકમાં ૨, પી.ટી.સી.માં ૨, બી.કોમ.માં ૭, સિવિલ એન્જી.૭, બી.એસ.સી.માં ૩, ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીમાં ૨, પાવર ઈલેકટ્રોનિકસ એન્જી.માં ૧, ફેશન ડિઝાઈનિંગમાં ૧ અને કેમીકલ એન્જી.માં ૧ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.