Abtak Media Google News

ઢોર પકડવા માટે પાલિકા પાસે સાધનો જ નથી: રોજ અનેક લોકો આખલા યુદ્ધનો ભોગ બને છે

સુરેન્દ્રનગર શહેર સમસ્યામાંથી ઘેરાયેલું આ શહેર છે. આ શહેરમાં અનેક સમસ્યાઓનો સામનો શહેરી જનતાને કરવો પડે છે ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાની તમામ કામગીરીઓમાં નિષ્ફળ હોવાનો સુર રોજેરોજ નગરપાલિકામાં સાંભળવા મળતો હોય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વસ્તી પ્રમાણે ઢોરની વસ્તી વધારે જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં રખડતા ભટકતા ઢોરનો ભારે અસહ્ય ત્રાસ સુરેન્દ્રનગર શહેરમાં હોવાનું જાણવા અને જોવા મળે છે.

સુરેન્દ્રનગર શહેરમાં જાહેર માર્ગ ઉપર આ રખડતા રેઢીયાર ઢોરનો જમેલો રોડ-રસ્તા ઉપર ભેગા મળીને બાઝાબાઝી કરતા હોય છે ત્યારે અનેકવાર અનેક લોકોને ઈજાથી લઈ મોતને ઘાટ પણ ઉતાર્યા હોવાના બનાવો સુરેન્દ્રનગર શહેરમાં બન્યા છે.

ત્યારે રેઢીયાર ઢોર-ઢાખરને પકડવા અને જેના હોય તેને દંડ કરવા ડબ્બે પુરાવા આ તમામ જવાબદારી નગરપાલિકાની હોય છે અને છતાં જવાબદારી નિભાવવા અને રખડતા રજળતા ઢોર પકડવામાં નગરપાલિકા નિષ્ફળ કેમ છે દંડ કરવો જો ઢોરને દંડ કર્યા બાદ પણ જો આજ રીતે જો છુટ્ટા મુકવામાં જો આવે તો ઢોરનો માલિક સજાને પાત્ર પણ છે અને એની ઉપર ફરિયાદ પણ કરી શકાય છે છતાં આ કામગીરી સુરેન્દ્રનગર નગરપાલિકા કરતી જ નથી.

સુરેન્દ્રનગર શહેરમાં દરેક વિસ્તારોમાં આખલા, રખડતા-ભટકતા રાખવામાં આવ્યા છે. આ આખલાના નાતો કોઈ ઘણી છે કે ના કોઈ એના માલિક છે. આ આખલા પલવારમાં હરકોઈને હફાવી દયે રોડ ઉપર ભાગદોડ જનતામાં મચાવી છે. વાહનોના કડુસલા બોલાવે, મોટા વાહનો સાથે આખલા યુદ્ધ દરમ્યાન ભટકાય, લોકોને હડફેટે લે છતાં કોઈને કોઈ જ પડી જ નથી.

આવા આ સુરેન્દ્રનગરના દરેક વિસ્તારોમાં આખલા યુદ્ધ સર્જાય છે. છતાં તંત્ર પણ નરી આંખથી આ બધુ જ જનતાની સાથે રહીને જોવો છો કામગીરી કરવામાં આવતી નથી. સુરેન્દ્રનગરમાં આખલા, ગાયો, રેઢીયાર ઢોરે અનેકવાર અનેક લોકોને પછાડી હાડકા ભાગ્યા છે તો મોતને ઘાટ પણ ઉતાર્યા છે. આમ છતાં આ ઘટનાને આકસ્મિક ગણાવે છે અકસ્માત નથી ગણાવતા આ જવાબદાર નગરપાલિકા સામે પાડે તો વાગે તો.

ફરિયાદ કરી શકાય છે મોતને ઘાટ ઉતારે તો પણ ફરિયાદ કરી શકાય છે છતાં લોકાર્પણ માઈકાંગલુ જીવન જીવી સહન કરી ફરિયાદ કરતા નથી અને સરેઆમ ભોગ બને છે ત્યારે સુરેન્દ્રનગરમાં રેઢીયાર ગાય ભુરારી થઈ અને આખો વિસ્તારમાં નાસભાગ કરતા ભય ફેલાયો ત્યારે નગરપાલિકા પાસે સાધન હોવાનું જણાવી અને જવાબદારીમાંથી મુકત બન્યા અને બાદમાં ગાયોને પકડી પાડીહતી. આમ આ રખડતા ઢોરનો ત્રાસ સહન કરે છે પરંતુ ફરિયાદ કરતા નથ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.