Abtak Media Google News

ટેકનોજાયન્ટ એપલે પણ તેની એપને સ્વીકૃતિ આપી

માત્ર પુસ્તકીયું જ્ઞાન પૂરતુ નથી પણ છાત્રનો સાચો ટેલેન્ટ જરૂરી છે. મતલબ કે છાત્રની રૂચિ શેમાં છે. તેની પહેચાન કરીને તેને આગળ વધવા પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે તો કોઈ બાત બને

ભણવામાં ‘ઢ’ સાબિત થયેલી અને ૬-૬ સ્કૂલમાંથી ‘બેબી ભણવામાં નબળી છે’ કહીને બહાર કરાયેલી ક્ધયા ૩૨ દેશોની ૧૦૦૦ ક્રિપ્ટો કરંસીમાં ધૂમ મચાવી રહી છે!!!

જી હા, આને કહેવાય…. મન હોય તો માળવે જવાય. ઉત્તર પ્રદેશનાં સહારનપૂર શહેરની આ ક્ધયાનું નામ હર્ષિતા અરોરા છે. માનવામાં ન આવે પણ તેણે તૈયાર કરેલી ક્રિપ્યો એપ ધૂમ મચાવે છે. ટેકનોજાયન્ટ એપલે પણ તેની એપલિસ્ટમાં હર્ષિતાએ તૈયાર કરેલી ક્રિપ્ટો એપને સ્થાન આપ્યું છે. એટલું જ નહીં તેની ક્રિપ્ટો એપ એપલની અન્ય એપ કરતા વધુ પોપ્યુલર સાબિત થઈ રહી છે.

હર્ષિતા માત્ર ૧૪ વર્ષની વયની હતી ત્યારે તેને સ્કુલમાંથી બહાર કરવામાં આવી હતી કેમકે તે ‘ઢ’ હતી.

હર્ષિતાએ જણાવ્યું હતુ કે હું ભારતમાં શાળાકીય શિક્ષકને નજર અંદાજ નથી કરતી પણ આ કોમન કોર્સ મારા માટે નથી મારા કોમ્પ્યુટર ટીચરે મને ટેકનોલોજી વિષયમાં રસ લેતી કરી તેનો આભાર માનુ એટલો ઓછો ત્યારબાદ મારો ગોલ બદલાય ગયો કે વર્તમાન શિક્ષણ વ્યવસ્થાથી તદન ભિન્ન હતો મેં ઘરે અભ્યાસ શ‚ કર્યો જેનું મને બેસ્ટ પરિણામ મળ્યું.

મેં ૨૦૧૬માં પ્રથમવાર ક્રિપ્ટો કરન્સી વિશે સાંભળ્યું હતુ મારા ટીચર મિથુન વી. મણીકાથે મને કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ શીખવ્યું ત્યારે હું સહરાનપૂરની પાઈપવૂડ સ્કૂલનાં ધો.૮માં હતી મને જૂનમાં યુ.એસ. જવાનો પણ ચાન્સ મળ્યો છે. અત્યારે હું નવી એપ સ્નેપ ફૂડ પર કામ કરી રહી છૂં જે ફૂડ આઈટમ પર માહિતી આપશે.

તેણે અંતમાં કહ્યું કે મને મારા પરિવારનો ફૂલ સપોર્ટ છે. પિતા રવિન્દરસિંહ અરોરાએ કહ્યું કે મારી દીકરી મારી પ્રેરણા છે તે હાઈલી ફોકસ્ડ ચાઈલ્ડ છે.તેનામાં ગજબનો આત્મવિશ્ર્વાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.