Abtak Media Google News

વોડાફોન-આઈડિયા, કોટક મહિન્દ્રા, અદાણી ગ્રીન, એસઆરએફ, પીઆઈ ઈન્ડસ્ટ્રી, જ્યુબીલન્ટ ફૂડ સહિતના શેર ૫ ટકા સુધી તૂટયા: બેન્કિંગ, ફાર્મા, કેમીકલ અને ફૂડ સેકટરમાં ભારે વેંચવાલી

શેરબજારમાં આજે મંદીની મોકાણ વચ્ચે મોટુ ગાબડુ જોવા મળ્યું છે. ગઈકાલે તેજીમાં રહેલો સેન્સેકસ આજે ૭૫૦ પોઈન્ટ ગગડી જતા રોકાણકારો મુંઝાયા હતા. આજે કોટક મહિન્દ્રા, એકસીસ બેંક, એશિયન પેઈન્ટ, બજાજ ફાયનાન્સ અને સનફાર્મા સહિતના શેર ૨.૧૬ ટકાથી લઈ ૩.૨૪ ટકા સુધી તૂટી પડ્યા હતા.નિફટી-ફીફટીમાં પણ ૨૦૦ પોઈન્ટનું ગાબડુ પડ્યું હતું. ગઈકાલે ૧૩૦૦૦ની સર્વોચ્ચ સપાટી તોડનાર આજે ૧૨૮૭૭ પોઈન્ટ સુધી ટ્રેડ થઈ હતી. બેન્કિંગ એન્ડ ફાયનાન્સ, ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ, ઓટોમેટીવ અને કેમીકલમાં ધરખમ ગાબડુ પડ્યું હતું. આજે વેંચવાલીનો માહોલ બરકરાર રહ્યો હતો. કોરોના મહામારી વચ્ચે બજારમાં રસી આવશે તેવા આશાવાદે ગઈકાલે તેજીનો માહોલ જોવા મળ્યા બાદ આજે વેંચવાલીનો પ્રભાવ વધ્યો હતો. પરિણામે સેન્સેકસ અને નિફટીમાં ધરખમ ગાબડા પડી જવા પામ્યા હતા.બેંક નિફટી અને મીડકેપમાં પણ આજે મોટા ગાબડા જોવા મળ્યા હતા. આ લખાય છે ત્યારે બેંક નિફટી ૫૫૦ પોઈન્ટના કડાકા સાથે ૨૯૧૮૪ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. બીજી તરફ મીડકેપના અદાણી ગ્રીન, એસઆરએફ, પીઆઈ ઈન્ડસ્ટ્રી, જ્યુબીલન્ટ ફૂડ અને વોડાફોન આઈડિયા ૫ ટકા સુધી તૂટી ગયા હતા. નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે અનેક ઉદ્યોગો ઉપર માઠી સર્જાઈ હતી. કોરોનામાં કળ વળશે તેવી અપેક્ષા રસીના આગમનને લઈ આવેલા સમાચારોના લીધે થઈ હતી. આવા સમયે બજારો ઉંચકાયા હતા. વૈશ્ર્વિક શેરબજારમાં પણ ભારે અફરા તફરી જોવા મળી હતી.મહામારીના સમયે શેરબજાર વધુ વોલેન્ટાઈલ જણાય રહ્યું છે. સેન્સેકસમાં એકાએક મોટા ઉછાળા અથવા તો ગાબડા પડી રહ્યાં છે. સેન્સેકસ અત્યારે ૭૨૬ પોઈન્ટના કડાકા સાથે ૪૩૭૯૬ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. નિફટી પણ ૨૦૩ પોઈન્ટના કડાકા સાથે ટ્રેઈ થઈ રહી છે. આજે એસજીએકસ નિફટી, એફટીએસઈ અને ડીએએકસ જેવા આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભારે મંદીની મોકાણ જોવા મળી હતી. બીજી તરફ આજે ડોલર સામે ‚પિયો ફરીથી ૦.૧૩ જેટલો તૂટી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.