Abtak Media Google News

‘ટુંકું પણ સચોટ’

ચોમાસુ સત્રમાં લોકસભામાં ૬૦ કલાકની કામગીરી કરાઈ: ૨૩૦૦ જેટલા પ્રશ્નોના જવાબ સરકાર દ્વારા અપાયા

લોકસભાનું ચોમાસુ સત્ર આઠ દિવસ વહેલુ પૂર્ણ થયું છે. આ સત્ર ટુંકુ પણ સચોટ સત્ર હોવાનું પણ એટલું જ સામે આવ્યું છે. ચોમાસું સત્રની જયારે વાત કરવામાં આવે તો આ સત્ર દરમિયાન સરકારે ૨૫ બિલની સાથે ૧૬૭ ટકા કામગીરી કરી છે. બીજી તરફ આ ચોમાસું સત્રમાં લોકસભામાં કોઈપણ પ્રકારના વિરામ વગર ૬૦ કલાકની કામગીરી કરી હોવાનું સામે આવ્યું છે જેમાં ૬૮ ટકા કાર્ય વ્યાપાર ઉધોગ માટે બાકી રહેતો સમય શૂન્યકાળ અને ડિબેટ માટે ઉપયોગમાં લેવાયો હતો. બીજી તરફ જે બિલ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યા છે તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈપણ રીતે લોકસભાની કામગીરીમાં રૂકાવટ પહોંચી ન હોવાનું પણ સામે આવ્યું છે. લોકસભામાં ચોમાસુ સત્ર દરમિયાન ૨૫ બિલ અને ૧૬ બિલ રી-ઈન્ટ્રોડયુઝ કરવામાં આવ્યું છે અને તે તમામ બિલને કલીયર પણ કરવામાં આવ્યા છે.

૧૦ દિવસના ચોમાસુ સત્ર માટે ૩૭ કલાકનું કાર્ય અને ૧૦ નકકી કરવામાં આવી હતી પરંતુ આઠ દિવસ ચાલેલા સત્રમાં કુલ ૬૦ કલાક કાર્ય કરવામાં આવ્યું છે અને સરકારે આ ૬૦ કલાક દરમિયાન ૧૩૭ ટકાની કામગીરી પણ કરી છે. સ્પીકર ઓ.પી.બિરલાએ જણાવતા કહ્યું હતું કે, જે રીતે લોકસભાનું સત્ર ચલાવવામાં આવ્યું છે અને સાંસદોએ જે કામગીરી કરી છે તેનાથી ખુબ સંતોષ મળ્યો છે અને ઘણા પડતર કાર્યોને પણ વેગ આપવામાં આવ્યો છે. શૂન્યકાળ દરમિયાન લોકસભાના ૩૭૦ જેટલા સાંસદોએ વિવિધ પ્રશ્ર્નો ઉદભવિત કર્યા હતા જેમાંથી ૨૦ સપ્ટેમ્બરના રોજ ૮૮ સાંસદોએ વાર્તાલાપ પણ કર્યો હતો. ૭૮ મહિલા સાંસદોમાંથી ૬૦ મહિલા સાંસદોએ ખુબ સક્રિયતાપૂર્વક લોકસભા સત્રમાં ભાગ લીધો હતો અને વિવિધ પ્રશ્ર્નો પણ ઉચ્ચાર્યા હતા જેમાં ૨૩૦૦ જેટલા પ્રશ્ર્નો કે જેના યોગ્ય જવાબ મળેલા ન હતા તેના જવાબ પણ સરકાર દ્વારા આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.  વૈશ્ર્વિક મહામારી કોરોનાના પગલે લોકસભાનું સત્ર ટુંકાવવામાં આવ્યું હતું જેમાં ખાનગી લોકો અંગેના બિલોની રજુઆત કરવામાં આવી ન હતી. ચાલુ ચોમાસું સત્રમાં મુખ્યત્વે ઘણાખરા બિલો પસાર કરવામાં આવ્યા હતા જેમાં ખેતી વિધેયક, જરૂરી ચીજવસ્તુઓ અંગેના બિલ, જમ્મુ-કાશ્મીર ભાષા અંગેનું બીલ, લેબર કાયદા સહિત અનેકવિધ મુખ્યત્વે બિલોને પસાર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.