Abtak Media Google News

સલ્લુની તારીખો ન મળતા અંતે નિર્માતા બોની કપૂરે અકકીને સાઈન કરી લીધો

ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિકવલમાં સલમાન ખાનના સ્થાને અક્ષય કુમારને ઈન કરી લેવાયો છે. અસલમાં નિર્માતા બોની કપૂર તો ‘નો એન્ટ્રી’ના પ્રેમ (કેરકેટરનું નામ) તરીકે સલમાનને જ લેવા માગતા હતા પરંતુ સલ્લુ પાસે સમય નથી એટલે હકકીને લેવાયો છે.

આ સિવાય ‘નો એન્ટ્રી’ની સિકવલમાં ફરદીન ખાનની જગ્યાએ અર્જુન કપૂર ગોઠવાય ગયો છે. આમ, ‘મુબારકા’ પછી વધુ એકવાર કાકા-ભત્રીજા અનિલ-અર્જુન પડદા પર સાથે જોવા મળશે. ‘નો એન્ટ્રી’માં અનિલ કપૂર પહેલાથી જ છે હીરોઈનોના નામ હજુ નકકી નથી. ઈલીયાના ડી’ફ્રૂઝનું નામ સંભળાય છે. અક્ષયકુમાર અને સલમાન ખાન બંને અતિ વ્યસ્ત કલાકારો છે ‘નો એન્ટ્રી’નો હીરો સલમાન હતો. આ કોમેડી ફિલ્મની સિકવલ બનાવવાની તૈયારી શ‚ થઈ ગઈ છે. ખૂબ રાહ જોયા પછી સલમાનની તારીખો ન મળતા અંતે નિર્માતા બોની કપૂરે અક્ષયકુમારને સાઈન કરી લીધો છે. અકકી ઉર્ફે અક્ષય કુમાર પણ કોમેડી રોલ કરવામાં એકકો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.