Abtak Media Google News
ગ્રામજનો દ્વારા સાયલા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ દિવાળી નો સમય ચાલી રહ્યો છે ત્યારે માંદગી ના થાય તે પ્રત્યેય સરીર નું પૂરતું ધ્યાન રાખવા મા આવે છે. ત્યારે હાલ મિશ્ર ઋતુ નો પણ સંગમ છે જેના કારણે દવાખાના ઓ મા માંદગી ના ખાટલા ઓ જોવા મળી રહા છે.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ઠેર ઠેર સરકારી સાળા ઓ માં સાળા મા અભિયાસ કરતા બાળકો માટે સરકાર દ્વારા માધ્યન ભોજન ની વેવસ્થાં કરવા મા આવે છે ત્યારે ગરીબ વર્ગ ના બાળકો સાળા મા ભણવા ની સાથે તેમણે પોષ્ટિક આહાર મળે તેવું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ગામદે ગામડે સાળા ઓ મા મધ્યાન ભોજન બાળકો માટે નું આયોજન સરકાર દ્વારા સારી રીતે કરવા મા આવી રહ્યુ છે. ત્યારે આ માધ્યન ભોજન માટે સરકાર દ્વારા લાખો રૂપિયા નો ખર્ચ કરવા મા આવી રહો છે.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ની સાયલા તાલુકાની ઉમરાપર ની શાળા મા ચણા મા  જીવાત નીકળતા સમગ્ર ગામ માં ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યારે આ બાળકો નું સવાથ્ય જોખમાય નહિ તેના કારણે સાળા ના શિક્ષક ને ધ્યાને આ જીવાત વાળા ચણા જતા તેમને તરતજ તળભ ને આ બાબત ની રજૂઆત કરી હતી.

ત્યારે આ વાત ગામ લોકોને ધ્યાને જતાં પોતાના બાળકો નું સવાથ્ય ન જોખમાય અને આગવા થી આવા ચણા કે અન્ય માલ માધ્યન ભોજન ના બાળકો માટે ન મોકલાય તે માટે સાયલા તાલુકા ના મામલતદાર કચેરીમાં દેખાવો કરી આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.