Abtak Media Google News

શાળા પ્રવેશોત્સવમાં નિમંત્રણ કાર્ડમાં કોંગી કોર્પોરેટરનું નામ ન લખાતા અને સ્ટેજ પરથી ભાજપની વાહ-વાહ થતા બબાલ સર્જાઈ

રહ્યો છે. જેમાં આજે શહેરના વોર્ડ નં.૧૩માં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભારે ડખ્ખો સર્જાય ગયો હતો. મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે શહેરના વોર્ડ નં.૧૩માં અંબાજી કડવા પ્લોટ શેરી નં.૨માં આવેલી શ્યામાપ્રસાદ મુખરજી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમના અધ્યક્ષ દિનેશભાઈ ટોળીયાએ સ્ટેજ પરથી ભાજપ વાહ-વાહ કરતા કોંગી કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, રવજીભાઈ ખીમસુરીયા અને જાગૃતિબેન ડાંગરે વિરોધ નોંધાવ્યો હતો. આ તકે શહેર ભાજપ ઉપાધ્યક્ષ પ્રફુલ કાથરોટીયાએ કોંગ્રેસના કોર્પોરેટરોને એલફેલ શબ્દ કહેતા મામલો બિચકયો હતો. પોતાના વોર્ડમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવા છતાં શાળા નં.૮૧ તાતીયા ટોપે પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવના નિમંત્રણ કાર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર રવજીભાઈ ખીમસુરીયાનું નામ પણ લખવામાં આવ્યું ન હતું. આ મુદ્દે ભારે બબાલ સર્જાય હતી. સ્ટેજ પર કોંગી કોર્પોરેટરના બદલે ભાજપના વોર્ડ લેવલના કાર્યકરો અને હોદેદારોને સ્થાન આપવામાં આવ્યું હતું. આટલુ જ નહીં અધ્યક્ષ સહિતના મહેમાનોએ કોંગ્રેસ કોર્પોરેટરના નામ બોલવાની પણ તસ્દી લીધી ન હતી. કોંગ્રેસે એવી માંગણી કરી હતી કે તેઓ સ્થાનિક પ્રતિનિધિ હોય. વોર્ડના નગરસેવિકા જાગૃતિબેન ડાંગર સમગ્ર કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરે જે વાત ભાજપના ઉપાધ્યક્ષ પ્રફુલ કાથરોટીયાએ ઠુકરાવી દેતા મગજમારી સર્જાય હતી.

એક તબકકે ભાજપના સંગઠનના હોદેદારો અને કોંગ્રેસના કોર્પોરેટરો રીતસર સામ-સામા આવી ગયા હતા. મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. ઉગ્ર જીભાજોડી થતા માસુમ બાળકો અને શાળાના કર્મચારીઓ રીતસર અવાચક બની ગયા હતા. જો કે અંતે ભાજપના હોદેદારોએ પોતાની ભુલ થઈ હોવાની વાત સ્વિકારતા સમાધાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.