Abtak Media Google News

રાજયસભામાં હવે ભાજપના પ૮ અને કોંગ્રેસના ૫૭ સભ્યો થતાં કોંગ્રેસ બીજા ક્રમે

સંપતિયા  રાજયસભામાં સભ્ય તરીકે નિમાયા બાદ બીજેપી માટે ઇતિહાસ રચ્યો છે. છેલ્લા ૬૫ વર્ષથી કોંગ્રેસે રાજયસભામાં પ્રભુત્વ જમાવી રાખ્યું હતું. પરંતુ મઘ્યપ્રદેશમાંથી     રાજયસભામાં સંપતિયા ઉઇકને       મોકલવામાં આવતા કોંગ્રેસ પાસેથી સૌથી મોટી પાર્ટીનું માન છીનવાઇ જતા ભારત પ્રથમ વખત સૌથી મોટો પક્ષ બન્યો છે. રાજયસભામાં ભાજપના હવે ૫૮, કોગ્રેસના ૫૭ થાય છે. જયારે હજુ ૨૪૫ સભ્યો ધરાજષવતા ઉપલા ગૃહમાં એન.ડી.એ.ને બહુમતિ મેળવવા રાહ જોવી પડશે.આ અંગે વિગતવાર જાણીએ તો રાજયસભામાં છેલ્લા ૬૫ વર્ષથી કોંગ્રેસનું જ પ્રભુત્વ રહ્યું છે પરંતુ આજે પ્રથમ વખત ઉપલા ગૃહમાં ભાજપની સંખ્યામાં વધારો થયો છે. મઘ્યપ્રદેશમાંથી રાજયસભાના સભ્ય અને કેન્દ્રીય મંત્રી અનિલ મહાદેવ દવેના નિધન બાદ આ બેઠક ખાલી હતી. ત્યારે પેટા ચુંટણી યોજાતા ભાજપના સંપતિયા ઉઇકે મઘ્ય પ્રદેશમાંથી રાજયસભાના સભ્ય તરીકે નિયુકત થતાં ભાજપની સંખ્યા ૫૮ થઇ છે. જયારે કોંગ્રેસના ૫૭ સભ્યો છે. બહુમતના આંકડા સુધી પહોંચવા માટે ભાજપનેહજુ ૨૦૧૮ સુધી રાહ જોવી પડશે. જયારે યુપી  સહિત અનેક રાજયોમાં રાજયસભાની બેઠક માટે ચુંટણી યોજાશે.આગામી ૮ તારીખે રાજયસભાની ૯ બેઠક પર ચુંટણી યોજાવવાનીછે. પરંતુ આ ચુંટણીના પરિણામો ભાજપની લીડને કોઇ અસર કરે તેમ લાગતું નથી. કારણ કે ગુજરાતમાં ૩ બેઠક છે. જેમાંથી બે બેઠકનો ભાજપને મળશે જ જયારે એક બેઠક માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટકકર લઇ શકે છે. પશ્ર્ચિમ બંગાળમાં રાજયસભાની ૬ બેઠક પર ચુંટણી છે. પરંતુ ત્યાં પણ કોંગ્રેસને ફાળે એક જ બેઠક આવશે અને તે પણ તૃણમુલ કોંગ્રેસના સમર્થનથી આવશે. જયારે તૃણમુલ કોંગ્રેસ પાંચ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખી રાજયસભામાં મોકલશે. લોકસભામાં બહુમત ધરાતી એન.ડી.એ. રાજયસભામાં અલ્પ સંખ્યામાં છે. અને આ કારણસર મોદી સરકાર છેલ્લા ત્રણ વર્ષથીકોઇપણ ખરડો રજુ કર્યા બાદ રાજયસભામાંથી પસાર કરાવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે યુપી સહિતના રાજયોમાં ચિત્ર બદલાતા તેમજ એઆઇએ ડીએમકે, બીજેડી અને આરજેડી જેવા સભ્યોનો સાથ મળતા એનડીએ રાજયસભામાં પણ મજબૂત બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.