Abtak Media Google News

ઉપલેટા, ધોરાજી, પાટણવાવ, જસદણ, ગોંડલ, વિરપુર અને શાપર પોલીસે જુગારમાં દરોડા પાડી રૂ.૧.૭૦ લાખની મત્તા કબજે કરી

રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસે ઉપલેટા, ધોરાજી, પાટણવાવ, જસદણ, ગોંડલ, વિરપુર અને શાપર ખાતે જુગાર અંગે દરોડા પાડી ૩૮ શખ્સોને રૂ.૧.૭૦ લાખની મત્તા સાથે ધરપકડ કરી છે.

ઉપલેટાના પાટણવાવ રોડ પર બટુક રવજી મુરાણીની વાડીમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી બટુક મુરાણી, રમેશ લાલજી ડોબરીયા, રસીક વિઠલ સોજીત્રા, યુસુફશાહ શાહમદાર, પરસોતમ ભગવાનજી સોજીત્રા નામના શખ્સોને રૂ.૮૩૮૪૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. દરોડા દરમિયાન ભાદા ચંદ્રાવાડીયા અને સુરેશ ઠકકર નામના શખ્સો ભાગી જતા તેની શોધખોળ હાથ ધરી છે.ધોરાજીના ભૂખી ગામે જાહેરમાં જુગાર રમતા નિલેશ રવજી પાડલીયા, મેરૂ મોહન કોળી, પરેશ ગોબર મકવાણા, ધના ભાણા કોળી, કિશોર મોહન ચાવડા અને દેવા ચકુ મકવાણા નામના શખ્સોની રૂ.૧૩૦૭૦ રોકડ સાથે ધરપકડ કરી છે.

પાટણવાવના સુપ્રસિધ્ધ ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા જેતલસરના નિતીન મનસુખ મકવાણા, નવાગઢ જયેશ ગફુર મકવાણા અને ધોરાજીના રણજીત લક્ષ્મણ ગાગડીયા નામના શખ્સોને રૂ.૧૦૨૭૦ની રોકડ સાથે એએસઆઈ પી.પી.જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

જસદણ તાલુકાના બાખલવડ ગામે જાહેરમાં જુગાર રમતા ધીરૂ કુળજી કોળી, રાજદીપ ઉર્ફે ભગા કાળુ કોળી, રણછોડ વિભા કોળી, સુખા જીણા કોળી અને મનોજ ટભા કોળી નામના શખ્સોની રૂ.૨૭૩૮૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

ગોંડલના વોરા કોટડા રોડ પર અડવાણીનગરમાં રહેતા સુનિલ ગુણવંત પારેખના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા સુનિલ ગુણવંત પારેખ, શનિ રમેશ ચૌહાણ, ધીરૂ ટપુ હિરપરા અને જીજ્ઞેશ ચંદુ સોલંકી નામના શખ્સોને રૂ.૧૪૦૭૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

શાપરના પારડી ગામ પાસે બાબા પાન એન્ડ કોલ્ડ્રીકસ નામની દુકાનના ઓટા પર જુગાર રમતા દિલીપ નાથા મકવાણા, હકા આલા બગડા, સંદીપ દેવશી સાદીયા, પ્રવિણ મુળજી મહિડા, મયુર નરેશ ચાવડા, અનિલ રમેશ મકવાણા અને વિજય નાથા મકવાણા નામના શખ્સોને રૂ.૧૦૨૫૦ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

વિરપુરના ધર્મશાળા રોડ પર જાહેરમાં જુગાર રમતા નયન પ્રવિણ વઘેરા, વિપુલ રાજુ વઘેરા, કાનજી વશરામ વઘેરા, ભુપત હરી વઘેરા, નરેશ અમુ વઘેરા, વિજય સોમા મકવાણા, ભાવેશ મનસુખ ચાવડા અને પરસોતમ મેલાજી મકવાણા નામના શખ્સોની રૂ.૧૧૦૧૦ના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.