Abtak Media Google News

અમૃતમય કથાના શ્રવણ, પૂજન તથા મહાપ્રસાદનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ: અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

રાજકોટમાં આવેલ પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના ઉપક્રમે પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટની નવી અદ્યતન હોસ્પિટલ (માનવ મંદિર)ના લાભાર્થે તા.૧૮ થી ૨૫ દરમ્યાન ભાગવત ભૂષણ સંત રમેશભાઈ ઓઝા વ્યાસાસને બિરાજમાન થઈ તેમની અમૃતવાણીમાં પાવનકારી શ્રી ભાગવત કથાનું રસપાન કરાવશે. આ અમૃતમય કથાના શ્રવણ, પૂજન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્ય થવા પંચનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

આ અવસરે યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના મંગલ અવસરોમાં તા.૧૧ને ગુરુવારના રોજ સવારે ૭:૦૦ કલાકે ગણપતિ સ્થાપન પૂજા તેમજ ૮:૦૦ કલાકે પોથીયાત્રા, તા.૧૨ને શુક્રવારના રોજ નૃસિંહ જન્મ તથા કપિલ જન્મ, તા.૧૪ને રવિવારના રોજ વામન જન્મ, તા.૧૫ને સોમવારે રોજ રામજન્મોત્સવ તેમજ કૃષ્ણ જન્મોત્સવ, તા.૧૬ને મંગળવારના રોજ ગોવર્ધન મહોત્સવ, તા.૧૭ને બુધવારના રોજ ‚ક્ષ્મણી વિવાહ, તા.૧૮ને ગુરુવારના રોજ સુદામા ચરિત્ર તેમજ કથા પૂર્ણાહુતિ સહિતના પ્રસંગોચિત આયોજનો છે.

આ ઉપરાંત રોજ રાત્રે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પંચનાથધામ રેસકોર્ષ ખાતે કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૩ને શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે શાહબુદીન રાઠોડ તેમજ સાંઈરામ દવે હાસ્યરસનું શ્રોતાઓને રસપાન કરાવશે તથા તા.૧૫ને સોમવારે રાત્રે ૮:૩૦ કલાકે પદ્મશ્રી સન્માનિત ગુજરાત ગૌરવ સમાન ભીખુદાન ગઢવીના કસુંબલ ડાયરો તથા તા.૧૬ને મંગળવારે રાત્રે ફકત બહેનો માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સુપ્રસિઘ્ધ ગાયિકા કિંજલ દવે તેમજ સંગીતકાર તેમજ મ્યુઝિક ડાયરેકટર પંકજ ભટ્ટ શ્રોતાઓને સંગીતના સુરોથી મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત તા.૧૭ને બુધવારની રાત્રે ૮:૩૦ કલાકે પ્રસિઘ્ધ ગાયક પાર્થિવ ગોહિલ દ્વારા ‘ક્રિષ્ના માય લાઈફ’નો સંગીતમય અદભૂત કાર્યક્રમ યોજાશે.

આ નિદાન કેન્દ્રને કાર્યરત કરવા માટે યોજાનાર આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. ત્યારે રાજકોટના દાનવીરો ખૂબ જ ઉદાર હૃદયથી દાન કરે એવી ટ્રસ્ટની અપેક્ષા છે. જે અન્વયે ટ્રસ્ટ પોતાના તરફથી હોસ્પિટલના નિર્માણ માટે પંચનાથ પ્લોટ જેવા કિંમતી વિસ્તારમાં ૭૫૦ વાર જમીનનું યોગદાન આપનાર છે. જયારે અન્ય બાંધકામ ફર્નિચર તેમજ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ માટે જ‚રી મેડીકલ ઈકિવપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર માટે જાહેર જનતાનો સહયોગ ઈચ્છે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.