Abtak Media Google News

એકત્ર થયેલી ચીજ-વસ્તુઓનું સાંજે સંસ્થાઓની મદદથી પછાત વિસ્તારોમાં વિતરણ કરાશે

મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્લમ વિસ્તારના વંચિત લોકોના હિત અને સુખાકારી માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવતી હોય છે. શહેરના બાંધવોને પણ સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરી તેઓના આત્મસન્માનમાં વૃદ્ધિ કરવા અને તેઓના ચહેરા પર સ્મિત પ્રગટાવવા મહાનગરપાલિકા દ્વારા જનભાગીદારીથી “સક્ષમ રાજકોટ પ્રોજેક્ટ હેઠળ સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

જેના ભાગરૂપે શહેરના સુખી સંપન્ન લોકો પાસેથી વસ્ત્રો, ફટાકડા, ધાબળા, ગરમ વસ્ત્રો, રમકડા, વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી, સ્કુલ બેગ, પુસ્તકો, ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ તા. ૨૫-૧૦ થી તા. ૦૧-૧૧ સુધી રાજકોટ મહાનગરપાલિકાની ઝોનલ ઓફીસ, સ્નાનાગાર, આર્ટ ગેલરી, સિવિક સેન્ટરો ખાતેથી એકત્રિત કરવામાં આવેલ હતી. જેમાં શહેરની સ્વેચ્છિક સંસઓનો પણ સહયોગ પ્રાપ્ત થયેલ હતો.

એકત્રિત થયેલ વસ્તુઓમાં કપડા કુલ ૮૮૯ જોડી, ગરમ કપડા અને ધાબળા ૮૮ નંગ, બાળકો માટેના પુસ્તકો ૫૫૬ નંગ, ૨૦ નંગ પેન, બુટ-ચપ્પલ ૩૩ જોડી, વાસણ ૧ નંગ, રમકડા ૨૬૬, સ્કુલ બેગ ૯, લેડીસ પર્સ ૧૧, મ=નાસ્તાના બોક્સ ૧, તોરણ ૧, અન્ય જુદી જુદી પરચુરણ વસ્તુઓ ૭૯ નંગ સામેલ છે. આ દિવસો દરમ્યાન કુલ ૧૦૪ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી.

સક્ષમ રાજકોટ પ્રોજેક્ટ તરફ વધુ એક કદમના ભાગરૂપે એકત્રિત થયેલ વસ્તુઓનું આજરોજ સાંજે શહેરની સ્વેચ્છિક સંસઓ માનવ કલ્યાણ મંડળ, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રાથના સહિયર મહિલા મંડળ, વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર મંડળ, બ્રમ્હા કુમારી દ્વારા શહેરના અલગ અલગ પછાત વિસ્તારોમાં સસ્થા દ્વારા વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત બેડીનાકા, આજી નદી કાંઠા, આજી ડેમ ચોકડી, રામનગર અને ભોમેશ્વર ડોરમેટરી ખાતે વસવાટ કરતા ધર વિહોણા લોકોને વિતરણ કરવામાં આવશે. સંવેદના પ્રોજેક્ટ અંતરગત સમાજના સુખી સંપન્ન લોકોના સહયોગી તથા શહેરની સ્વેચ્છિક સંસ્થઓના માધ્યમી દીપોત્સવ પર્વની ઉજવણી સારી રીતે કરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ પ્રયાસ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.