Abtak Media Google News

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપીની શાખા સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા, ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી નરનારાયણદાસજી સ્વામી તથા શાળાના આચાર્ય મહેશભાઈ જોષીના માર્ગદર્શન સાથે શાકોત્સવ, ગૌ પૂજન, સત્સંગ સભા, શાળા વાર્ષિક ઉત્સવ, વિજ્ઞાન પ્રદર્શન, રક્તદાન કેમ્પ અને મકરસંક્રાંતિ મહોત્સવ વગેરે સપ્તરંગી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉના તેમજ આજુબાજુના નાધેર વિસ્તારના પાંચ હજાર ઉપરાંત હરિભક્તો જોડાયા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં બાળકો દ્વારા બેન્ડ-વાજા દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સ્વામીજીએ શાળામાં ઉજવાઈ રહેલ વાર્ષિક ઉત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. ત્યારબાદ સ્વામીજીએ સમગ્ર પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાના ૧૨૦૦ વિદ્યાર્થીમાંથી ૬૦૦ વિદ્યાર્થી જોડાયા હતા.

Annual Day Droneshwar Gurukul3
Jpeg

આ પ્રસંગે ઉજવાયેલ શાકોત્સવ પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી વિશાળ સભાને જણાવ્યું હતું કે, આજે ઉતરાયણનો પર્વ છે.

જીંદગીના બે માર્ગો છે તેમાં ઉતરાયણ એટલે પુણ્યનો માર્ગ અને દક્ષિણાયન એટલે પાપનો માર્ગ. ઉતરાયણ એટલે દેવતાઓનો માર્ગ અને દક્ષિણાયન એટલે દાનવોનો માર્ગ. ઉતરાયણ એટલે ઊધ્વગતિનો માર્ગ દક્ષિણાયન એટલે અધોગતિનો માર્ગ કર્યો માર્ગ પસંદ કરવો એ આપના હાથમાં છે. ઉતરાયણ પંસદ કરશું તો સુખી થશું દક્ષિણાયન પસંદ કરશું તો દુ:ખી થશું.

શાકોત્સવ પ્રસંગે પધારેલા ૫૦૦૦ ઉપરાંત હરિભક્તોને બાજરાના રોટલા, રીંગણાનું શાક, અડદીયા, ખીચડી વગેરે પ્રસાદ રૂપી પીરસવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.