જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ૩૦૦ વકીલો ભાજપમાં જોડાયાં

143

ગુજરાતના ખ્યાતનામ કલાકારો, સંગીતકારો, અભિનેતા-અભિનેત્રીઓ ભાજપમાં જોડાયા: ખેસ પહેરાવી વિધિવત આવકાર

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે અમદાવાદ અને ગાંધીનગરના આશરે ૪૦૦ જેટલા ખ્યાતનામ વકિલો ભાજપામાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા તથા ભાજપા લીગલ સેલના પ્રદેશ ક્ધવીનર જે.જે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ગુજરાતના ખ્યાતનામ સીનીયર એડવોકેટ પ્રશાંતભાઇ દેસાઇ સહિત કોંગ્રેસ લીગલ સેલના પૂર્વ ક્ધવીનર અને બાર કાઉન્સીલના મેમ્બરો કરણસિંહ વાઘેલા અને શંકરસિંહ ગોહિલ,  કિરિટભાઇ બારોટ તથા અગાઉ ૨૦૦૭ વિધાનસભાના મોડાસા કોંગ્રેસ ઉમેદવાર અને જાણિતા વકિલ હિરાભાઇ પટેલ, પરેશ જાની, વિવિધ બારના હોદ્દેદારો  નિલેશ ત્રિવેદી, હરેશ ભવાનીવાલા, રાજેશ પારેખ, આઇ.એમ.ખોખર, સી.એમ.વ્યાસ. ગુજરાત કંપની સેક્રેટરી ઇન્ટીટ્યુટના પ્રમુખ મેહુલ રાજપુત અને ઉપપ્રમુખ અભિષેક છાજેડ સહિત અમદાવાદ અને ગાંધીનગર ના આશરે ૩૦૦ જેટલા વકિલોને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત ભાજપામાં આવકાર્યા હતા.

વાઘાણીએ જણાવ્યુ હતુ કે, દેશ આગળ વધી રહ્યો છે, બદલાઇ રહ્યો છે આજે દેશનો દરેક નાગરિક તેની અનુભૂતિ કરી રહ્યો છે. ગુજરાતના બે પનોતા પુત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં આજે દેશ વૈશ્વિક સ્તરે ઉંચાઇ હાંસલ કરી રહ્યો છે અને તેમના નેતૃત્વથી પ્રેરણા લઇને દેશના કરોડો નાગરિક ભાજપાની વિચારધારા સાથે જોડાઇ રહ્યા છે. ૧૯૯૫ થી સતત ગુજરાતની જનતાએ ભાજપા પર ભરોસો રાખી અવિરત પ્રેમ વરસાવ્યો છે. ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ સતત છઠ્ઠીવાર ભાજપાનો વિજય ત્યારબાદ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં પણ સતત બીજીવાર તમામ ૨૬ બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય અપાવ્યો છે જે સમગ્ર જનતાનો ભાજપા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.

ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ કોબા, ગાંધીનગર ખાતે ગુજરાતના ખ્યાતનામ ગાયક કલાકારો, સંગીતકારો તથા ગુજરાતી ફિલ્મોના અભિનેતા-અભિનેત્રી ભાજપામાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે ગુજરાતના ખ્યાતનામ ગાયક કલાકારો વિનયભાઇ નાયક, રિધ્ધિ વ્યાસ, પ્રકાશ બારોટ, રાહુલ આંજણા, અક્ષયભાઇ બારોટ, ધવલભાઇ બારોટ, પંકજ મિસ્ત્રી, વિપુલ દરજી, નવિન લીંબચીયા, પીંકલ મીર, અલ્પેશ દરજી, ભજનિક રામનાથ ગોસ્વામી, ભજનિક શ્રી કૌશીક પ્રજાપતિ, ભજનિક મોતી સોલંકી, જયદિપ પ્રજાપતિ, મયુર ઠાકોર, કોમલ પ્રજાપતિ, રવિ પટેલ, વિજય નાયક, અભિનેતાઓ જનક ઝાલા, ઇશ્વર સમીકર, સંજય નાયક, સાહિત્યકાર જીતુભાઇ લીંબચીયા, સંગીતકાર પાર્થ પટેલ, રિધિક દાવડા, ઓર્ગેનાઇઝર નિતેશ પ્રજાપતિ તથા નિકુલ વસેટા સહિત ઉપસ્થિત સૌ કલાકારોને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત્ ભાજપામાં આવકાર્યા.

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, હેમંત ચૌહાણ એક સુપ્રસિધ્ધ કલાકાર છે. અનેક વર્ષોથી તેઓ મારા પરિચયમાં છે. તેમના માટે જીતુભાઇ વાઘાણી અને મને આદર અને સ્નેહની લાગણી છે. લોકસાહિત્ય-લોકસંગીતમાં તેમની ગાયકીએ બહુ મોટું યોગદાન આપેલું છે. અમે તેમનું સન્માન કરીએ છીએ.

હેમંતભાઇ ચૌહાણ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ આવેલા ત્યારે તે સમયે ઉપસ્થિત અનેક કલાકારો સાથે તેમને પણ ભાજપાનો ખેસ પહેરાવીને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આવકાર્યા હતા. તેમણે મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા, તેમણે કહ્યું હતુ કે, સમજણ આવી ત્યારથી ભાજપામાં જ છીએ. નરેન્દ્ર મોદીએ  કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવવાના નિર્ણયથી ઇજ્જત વધારી છે અને તેઓ લોકકલ્યાણના કામ કરે છે અને છેલ્લે તો રંગાઇ જાને રંગમાં ગીત પણ ગાયુ હતુ. ગુજરાતની જનતાએ મીડિયાના માધ્યમથી આ સમગ્ર ઘટનાક્રમ જોયો છે.

પંડ્યાએ જણાવ્યુ હતુ કે, હેમંતભાઇ સરળ, મૃદુ અને એક ઉચ્ચ કોટીના પ્રસિધ્ધ કલાકાર છે. તેમના માટે કોઇ વિવાદ હોય જ ન શકે. તેમણે કોઇ દબાણ કે કોઇ કારણસર અથવા કે સક્રિય રાજકારણની ગેરસમજણને કારણે કોઇ પ્રતિભાવ આપ્યો હશે. ભાજપામાં જોડાવવું એટલે ચૂંટણી લડવી કે સંગઠનમાં હોદ્દો લેવો કે પબ્લિક પોલીટીક્સમાં જોડાવવું તેવો અર્થ હોતો નથી. કદાચ કોઇ દબાણ કે ગેરસમજણને કારણે મારે પબ્લીક પોલીટીક્સમાં એટલે કે રાજકારણમાં જોડાવવું નથી તેમ કહ્યું હશે તેમ હું માનુ છું. રાજકારણમાં ન જોડાવવું તેવા તેમના નિર્ણયનો અમને કોઇ વાંધો હોઇ શકે નહી. પરંતુ અમને વિશ્વાસ છે કે, તેઓ ભાજપાના નેતૃત્વ સાથે, દેશભક્તિ અને લોકકલ્યાણના ભાજપાના વિચારો સાથે હંમેશા જોડાયેલા રહેશે તેમ અંતમાં જણાવ્યું હતું.

Loading...