Abtak Media Google News

દેશભરમાં પ્રિપોલ ઈલેકશન મોડ ચુંટણી પહેલાની રાજકીય ગતિવિધિનો માહોલ ચરમસીમાએ પહોંચી ચુકયો છે. ગયા મહિને વિવિધ રાજકીય પક્ષોની દેશભરમાં કરવામાં આવેલી જાહેરાતોમાં ફેસબુક પર પ્રસારીત થયેલી ૪ કરોડની જાહેરાતમાં અડધો અડધ જાહેરાતોમાં શાસક પક્ષ ભાજપ ઉભું છે. ભાજપ અને તેના સહયોગીઓ ફેસબુકની કુલ આવકના ૫૦ ટકામાં હોવાનો એક અહેવાલ આવ્યો છે.

સોશિયલ મિડિયા નેટવર્ક પ્લેટફોર્મ પર પોબેજેપી પેજ ભારત કે મન કી બાબત પર એકલા ઉપર જ ગયા મહિને એક કરોડ રૂપિયાનો રાજકીય જાહેરાતનો ખર્ચ કરવામાં આવ્યો છે. જયારે અન્ય પ્રાદેશિક પક્ષોએ ૨૦ લાખની જાહેરાતો અને કોંગ્રેસ અને તેના સહયોગીઓએ ૧૦ લાખની જાહેરાતોનો ખર્ચ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ચુંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવાના અભિગમથી લોકસભાની ચુંટણીઓમાં ચુંટણીપંચ દ્વારા ઘડવામાં આવેલા નિયમ મુજબ ફેસબુક માટે ભારતમાં રાજકારણ પ્રેરિત જાહેરાતો કોઈને આપવી હોય તો સૌપ્રથમ તેની ઓળખ સ્થળ અને આ જાહેરાતો કોણ આપે છે તેની સંપૂર્ણ વિગતો એકત્રિત કરવાનું ચુંટણીપંચે ફરજીયાત કર્યું છે. વિજ્ઞાપન દાતાએ સૌપ્રથમ તેની ઓળખ અને સ્થળની જાણકારી અપાયા બાદ રાજકીય જાહેરાતો પ્રસિઘ્ધ કરવાના કારણે કોણ કેટલી જાહેરાતો કરી રહ્યો છે તેનો આંકડો મળી શકે. અત્યારે સૌથી વધુ જાહેરાતો આપનારાઓ ફેસબુકના વિજ્ઞાપન દાતામાં ભાજપ સૌથી આગળ છે.

ફેસબુક રાજકીય જાહેરાતો અલગ તારવવાનું શરૂ કર્યું છે. કોઈપણ પ્રકારની ઓળખ અને જવાબદારી વગરની જાહેરાતો ન કરી, બીજા શબ્દોમાં કહીએ તો ફેસબુક પર હવે નામ પગ વગરનાં હડુલા ન ચાલતા હોવાના કારણે કોણ કેટલી બાજી રમી રહ્યું છે તેના પાના ખુલ્લા જ રહેશે. વિજ્ઞાપન અંગેના સર્વેમાં સરકારના ડિજિટલ ઈન્ડિયા કટનરોએ ફેસબુક પર જાહેરાતોની ગણતરી શરૂ થતા કુલ એક મહિનામાં જાહેરાતોમાં અત્યારે અડધો-અડધમાં ભાજપ અને તેના સહયોગીઓએ પ્રસિઘ્ધ કરાવી છે. ફેસબુક આ અંગે ફોડ પાડયો છે કે જાહેરાતનો વિષય રાજકીય અને તેમાં પણ રાષ્ટ્રવ્યાપી ધોરણે હોય ત્યારે વિજ્ઞાપન દાતા માટે જાહેરાત આપનાર અને તેના સરનામાની વિગતો આપવી ફરજીયાત છે. આવી ઓળખ વગરની જાહેરાતો દેશના કોઈપણ રાજયમાં ફેસબુક પર આવી જાહેરાતો પ્રસિઘ્ધ કરવામાં આવતી નથી.

ફેબ્રુઆરી મહિનાથી ફેસબુકે રાજકીય જાહેરાતોનો હિસાબ રાખવાનું શ‚ કરતા દેશમાં ભાજપ અને તેના સહયોગીઓની જાહેરાતોનો આંકડો ફેસબુકની કુલ એક મહિનાની રાજકીય જાહેરાતોના વેપારમાં અડધો અડધથી વધુનો વકરો ભાજપ અને તેના સહયોગીઓએ કરાવ્યા હોવાનું બહાર આવ્યું છે. એક મહિનામાં દેશભરમાં ફેસબુક પર ચાર કરોડ રૂપિયાની જાહેરાતો આપવામાં આવી હતી જેમાં ૫૦ ટકાથી વધુનો ખર્ચ એકલા ભાજપે જ કર્યો હતો. ભાજપ ઉપરાંત ખર્ચની ગણતરીએ આવેલા પ્રાદેશિક પક્ષોમાં બીજુ જનતાદળ, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી, તેલગુદેશમ પાર્ટી અને વાય એસ આર કોંગ્રેસ એક મહિનામાં જાહેરાતો આપનાર પક્ષો તરીકે નોંધાયા છે. આ તમામ પક્ષોએ પ્રિપોલીંગ વિજ્ઞાપન આ ખર્ચમાં છુટ્ટો હાથ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

દેશભરમાં આ વખતે જનાધાર માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ મંડાવવાનો છે ત્યારે ભાજપ પોતાની પાંચ વરસની ઉપલબ્ધીઓ લોકો સુધી પહોંચાડવા માટે વધુ સજાગ છે. ડીજીટલ ઈન્ડિયા પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી વધુ સોશિયલ મિડીયાના ઉપયોગને કોણ જાણી શકે અત્યારે ફેસબુક પર જાહેરાત આપવામાં અડધામાં રામ (ભાજપ) અને અડધામાં આખું ગામ જેવી પરિસ્થિતિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.