ઓખા ગાયત્રી જ્ઞાનમંદિરમાં દ્વારકાધીશને સાત દિવસ આઠ પહોરના અનોખા શ્રૃંગાર

191

ઓખામાં દાયકાઓ જુનુ ગાયત્રી જ્ઞાનમંદિર આવેલ છે. જેમાં માણેક પરિવાર દ્વારા વિશાળ દ્વારકાધીશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે. અહી દરરોજ સવારે મંગલા આરતી અને રાત્રીનાં સયંન આરતી સુધી આઠ પહોરના જુદાજુદા દર્શનનો લાભ વૈષ્નવો લે છે. તથા અહીના પુજારી રવિન્દ્ર વાયડા સાતે વારના અલગ અલગ પ્રકારનાં કલરનાંદર્શન કરાવે છે. જેમાં સોમવારે ગુલાબી, મંગળવારેપીળા, બુધવારે લીલા, ગુરૂવારે કેસરી, શુક્રવરે સફેદ, શનીવારે બ્લુ અને રવિવારે લાલ આમ દરેક વાર પ્રમાણે કાળીયા ઠાકુરજીને જુદા જુદા કલરના વસ્ત્રો પહેરાવી શ્રૃંગાર કરી વૈષ્નવોને ભાવ વિભોર કરે છે.

Loading...