Abtak Media Google News

મહોત્સવના આઠમાં દિવસે ગજરાજે દુંદાળા દેવ પર પુષ્પવૃષ્ટિ કરી વિશાળ સંખ્યામાં ભાવિકોએ શ્રી નાથજીની ઝાંખીનો કાર્યક્રમ માણ્યો

ગણેશ આરાધના પર્વોત્સવના આઠમા દિવસે ત્રિકોણબાગ કા રાજાની  મનોહર મૂર્તિના દર્શનાર્થે ગજરાજ હાથી દ્વારા ગજાનન દેવની વંદના અને શ્રીનાથજીની ઝાંખી સંગીત સત્સંગમાં ભાવિકોની વિશાળ હાજરી રહી હતી.

આ દિવસો દરમ્યાન અનેક ગણેશ ભકતોએ પરિવાર સાથે ત્રિકોણ બાગડા રાજાના પંડાલમાં પધારીને લાડુનો પ્રસાદ ગણપતિ દેવને ધરીને પુજા પ્રાર્થના કરી છે. આ સીલસીલો વહેલી સવારથી અવિરત ચાલુ જ હોય છે. ત્રિકોણબાગ કા રાજાનું લોકહ્રદયમાં સ્થાન પ્રસ્થાપિત થયાના આવા અનેેક ઉદાહરણો છે.

ગઇકાલ ગુરુવારે ગજરાજ હાથીએ ત્રિકોણ બાગ કા રાજા ઉ૫ર પુષ્પવૃષ્ટિ કરીને ગણેશ વંદના કરી ત્યારે ઉ૫સ્થિત હજારો ભાવિકો આશ્ર્ચર્ય ચકિત થઇ ગયા હતા. કાલનો શ્રીનાથજીની ઝાંખીનો સંગીત સત્સંગ શહેરના વૈષ્ણવો, ભાવિકોએ મોડી રાત સુધી માણ્યો હતો.

આજે શુક્રવારે રાત્રે ૮.૩૦ વાગ્યે ત્રિકોણબાગ કા રાજા સન્મુખ દોઢ  કલાકની અખાડાની સંગીતમય મહાઓમકાર આરતી શહેરનું આકર્ષણ બની રહેશે. તેનું જીવતં પ્રસારણ ભારત સહીત વિશ્ર્વના અનેક દેશોના ભાવિકો નજરે નિહાળશે. આરતી પશ્વાત રાત્રે ૧૦.૩૦ વાગ્યે ભવ્ય બેન્ડ શોના કાર્યક્રમમાં રાતના રાજાઓ વિશાળ સંખ્યામાં ઉમટી પડશે.

કાલે શનિવારે સાંજે ૫.૩૦ વાગ્યે સત્યનારાયણ ભગવાનની કથા અને રાત્રે ૮.૩૦ વાગ્યે ડી.જે. સંગીતના સથવારે દાંડીયા રાસ સ્પર્ધા વિજેતાઓને પુરસ્કાર પ્રમાણપત્ર અર્પણ કરીને નવાજવામાં આવશે.

ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવના અંતિમ ચરણોમાં મનોહર મંગલમૂર્તિના દર્શન, અખાડાની આરતી, સત્યનારાયણની કથા સહીતના રાત્રી, કાર્યક્રમોનો લાભ લેવા પધારવા ધર્માનુ  રાત્રી નગરજનોને જીમ્મી અડવાણીની યાદીમાં જાહેર આમંત્રણ અપાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.