Abtak Media Google News

૧૦૦થી વધુ વન વિભાગના કર્મીઓએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન: દિપડાને પાંજરે પૂરવા તંત્ર ઉંધામાથે

ગાંધીનગર ખાતે આવેલા નવા સચિવાલયમાં આજે દીપડો ઘુસી ગયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ દિપડાને પકડી પાડવા માટે ૧૦૦થી વધુ વનવિભાગના કર્મીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગર ખાતે આવેલા નવા સચિવાલયમાં આજે દીપડો આવી ચડયો છે. આ દિપડો ગેટ નં.૭માંથી પ્રવેશ્યો હોવાની શકયતાઓ સેવાઈ રહી છે. દિપડાને દેખા દેતા તુરંત જ નવા સચિવાલયમાંથી અધિકારીઓ તેમજ મુલાકાતીઓને બહાર ખસેડવામાં આવ્યા હતા.

દિપડો ઘૂસ્યો હોવાની જાણ થતા વેંત જ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.નવા સચિવાલયમાં ઘુસેલા આ દિપઠાને પકડી પાડવા માટે ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તારોમાં ફરજ બજાવતા વન વિભાગના ૧૦૦ જેટલા કર્મીઓને નવા સચિવાલય ખાતે તાકીદે બોલાવવામાં આવ્યા હતા આ વનકર્મીઓએ તુરંત જ નવા સચિવાલય ખાતે પહોચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

હાલ નવા સચિવાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તક પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનઈચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાને ધ્યાને લઈને કચેરીમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી હાલ તંત્ર દ્વારા દિપડાનું ચોકકસ લોકેશન જાણવા માટે સીસીટીવી કેમેરાની મદદ પણ લેવામાં આવી રહી છે.

જયા સુધી દીપડો પાંજરે ન પૂરાઈ ત્યાં સુધી મુલાકાતીઓ અને અધિકારીઓને નવા સચિવાલયમાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહી અત્રે ઉલ્લેખનીય છે કે નવા સચિવાલય જેવા ચહલ પહલ ધરાવતા વિસ્તારમાં દિપડાએ દેખા દીધી હોવાની ઘટનાથી તંત્ર ઉંધામાથે થઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.