Abtak Media Google News

નોટની નવી ડિઝાઈનને અંતિમ રૂપ મૈસૂરના એ જ પ્રિન્ટિંગ પ્રેસમાં અપાયું છે, જ્યાં ૨૦૦૦ની નોટ છપાય છે.

ભારતીય રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં જ રૂપિયા ૧૦૦ની નવી ચલણી નોટ બજારમાં જાહેર કરવા જઈ રહી છે. નવી નોટનો રંગ જાંબુડિયો હશે અને તેના પર વૈશ્વિક હેરિટેજ સાઈટ્સમાં સામેલ ગુજરાતની ઐતિહાસિક રાણકી વાવની ઝાંખી જોવા મળશે. આકારમાં આ નોટ જૂની ૧૦૦ની નોટથી થોડી નાની અને રૂપિયા ૧૦ની નોટથી સામાન્ય મોટી હશે. નવી ચલણી નોટ જાહેર થયા બાદ પણ જૂની નોટો ચલણમાં ચાલુ રહેશે. સરકારે આપેલી માહિતી પ્રમાણે રૂપિયા ૧૦૦ની નવી નોટોનું પ્રિન્ટિંગ બેન્કનોટ પ્રેસ દેવાસમાં શરૂ થઈ ગયું છે. નોટની નવી ડિઝાઈનને અંતિમ રૂપ મૈસૂરના એ જ પ્રિન્ટિંગ પ્રેસમાં અપાયું છે, જ્યાં ૨૦૦૦ની નોટ છપાય છે.

આ વખતે એક મોટો ફેરફાર એ પણ કરાયો છે કે, નવી નોટના પ્રિન્ટિંગમાં સ્વદેશી શાહી અને કાગળનો જ ઉપયોગ કરવામાં આવશે. મૈસૂરમાં જે શરૂઆતી પ્રોટોટાઈપ (નમૂના) છપાયા હતા, તેમાં વિદેશી શાહીનો ઉપયોગ થયો હતો. દેવાસમાં દેશી શાહીના ઉપયોગને પગલે ચોકક્સ રંગ મેળવવામાં પડેલી તકલીફનો પણ ઉકેલ લાવી દેવાયો છે. નવી નોટ આકાર સાથે વજનમાં પણ હળવી હશે. જ્યાં જૂની ૧૦૦ની નોટોના એક બંડલનું વજન ૧૦૮ ગ્રામ હતું, ત્યારે સાઈઝ નાની થવાથી નવી ૧૦૦ની નોટોના બંડલનું વજન ૮૦ ગ્રામની આજુબાજુ હશે. આરબીઆઈની મહોરનું દેવાસ બેંક નોટ પ્રેસમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે.

આરબીઆઈ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં નવી નોટ બહાર પાડશે. નવી નોટમાં સામાન્ય સલામતી ફિચરની સાથે ૧ ડઝન નવા સૂક્ષ્મ સલામતી ફિચર છે કે જે માત્ર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં જ જોઈ શકાશે. નવી નોટ મૂકવા બેંકોએ તેમના અઝખની કેશ ટ્રેમાં ફરી ફેરફાર કરવો પડશે. ૨૦૧૪ બાદ ચોથી વખત બેંકો અઝખમાં ફેરફાર કરશે. પાટણમાં આવેલી રાણકી વાવનો યુનેસ્કોના ૨૦૧૪માં વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવેશ કરાયો હતો. વાવ ૧૦૬૩માં ગુજરાતના શાસક ભીમદેવ સોલંકી પ્રથમની સ્મૃતિમાં તેમના પત્ની રાણી ઉદયમતિએ બનાવી હતી. ગઈ સદીમાં પુરાતત્વ વિભાગ દ્વારા તે શોધી કાઢ્યા પહેલા લગભગ ૭૦૦ વર્ષ સુધી આ વાવ સરસ્વતી નદીમાં દબાયેલી રહી.

૧૦૦ રૂપિયાની નવી નોટની ખાસિયતો

અંકોમાં ૧૦૦ નીચે તરફ લખેલ છે. દેવનાગરી લિપિમાં ૧૦૦ વચ્ચે ગાંધીજીના ચિત્રની ડાબી બાજૂ હશે. મધ્યમાં ગાંધીજીની તસવીર હશે. માઇક્રો લેટર્સમાં છઇઈં,ભારત, ઈંગઉઈંફ અને ૧૦૦ લખેલ હશે. મહાત્મા ગાંધીની તસવીરની ડાબી બાજુ પ્રોમિસ ક્લોઝ હશે અને તેની નીચે ગવર્નરનાં સાઇન હશે. ૬ ડાબી બાજૂ જ અશોક સ્તંભ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.