Abtak Media Google News

ભાગીદારીમાં મેડિકલ સાધનો વસાવી બોગસ દસ્તાવેજોના આધારે વેંચાણ કરી બે તબીબ સહિત પાંચ શખ્સો સામે નોંધાતો ગુનો

ગીર સોમનાથ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનેલો અને ગિર પંથકના રિસોર્ટના માલિક અને તેના મિત્રને વિશ્ર્વાસમાં લઇ વેરાવળના ડોકટર દંપતિ સહિત ચાર શખ્સોએ મેડીકલ ઇન્સ્ટુમેન્ટ ના સાધનોમાં ભાગીદારી કરાવી લાખો રૂપિયાનું રોકાણ કરાવી અને રેકર્ડ પર નુકશાન બતાવી અને બેંક લોન હોવાથી બેંકની મંજુરી મેળવી મશીનરી વેંચી દેવાના મામલે અંતે મહિલા સહિત પાંચ શખ્સો સામે વેરાવળ સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાતા તબીબ સહિત લોકો ભુર્ગભ ઉતરી ગયા છે. પોલીસ પ્રાપ્ત વિગત મુજબ મુળ વેરાવળ તાલુકાના આંબલીયાળા ગામના વતની અને હાલ ગાંધીનગર ખાતે રહેતા અને ગિર પંથક રિસોર્ટ ધરાવતા પુંજાભાઇ જગમાલભાઇ બારડે વેરાવળના ડો. જીજ્ઞેશ ભરત રામાવત, તેના ભાઇ ડો. આશિષ ભરતભાઇ રામાવત, તેના પત્ની અર્ચનાબેન આશિષ રામાવત, સુરત શહેરના સદ વિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ અને સદ વિચાર હેલ્થ એન્ડ એજયુકેશન ટ્રસ્ટના  વિશાલ પરસોત્તમ મકવાણા અને વડોદરા એડીએન સર્વીસના નરેશ શાહ સહિત શખ્સોએ રૂા. ૧૫ લાખ ની છેતરપીંડી કર્યાની વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી પુંજાભાઇ બારડ અને તેના મિત્ર રામ મોહનદાસ રામચંદાણીને ડો. જેજ્ઞેશ રામાવત અને તેના ભાઇ સહિત શખ્સોએ ઉંચા વળતરની લાલચ આપી સોમનાથ સીટી સ્ક્રેન એનડ ટ્રોમા સેન્ટર નામથી હોસ્પિટલ શરુ કરવાનું જે મશીન રૂા ૯૦ લાખમાં ખરીદી તા. ૧-૪-૧૭ થી પેઢી ચાલુ કરવામાં આવી હતી. તા. ૧-૪-૧૭ થી ૧૯-૬-૨૦ સુધીના સમય ગાળામાં ફરીયાદ પુજાભાઇ બારડ અને તેના મિત્ર રામ મોહનદાસ રામચંદાણીએ પેઢીમાં કરેલું રોકાણ અને નફોની આવક નહી આપી. અને તબીબોએ તેના મળતીયા દ્વારા મીલા પણું કરી આર્થિક ફાયદા માટે સીટી સ્કેન મશીનનું વેચાણ દસ્તાવેજોમાં પૂજાભાઇ બારડેની ખોટી સહી કરી તે દસ્તાવેજનો ખરા તરીકે બેંકમાં રજુ કરી ઉપયોગ કરી રોકાણ રૂા ૧પ લાખ અને નફાના ભાગના નાણા ઓળવી ગયાની ફરીયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.