Abtak Media Google News

સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રહેલી ૧૬૦ વેબલીંકને ખાદીના બ્રાન્ડમેનનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવતી સરકારની ખાદી અને ગ્રામોદ્યોગ સમીતી

દેશની સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક ઓળખ પ્રતીક બનાવી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દુનિયાને બતાવેલા ખાદીના મહત્વ અને તેની ગરિમા વધારવી રાખવા માટે સંઘર્ષશીલ ખાદી ઇન્ડિયાએ ખાદીના નામનો દુરૂપયોગ કરી વેપલો કરતા ઈ કોમર્સ ગુજરાત બજારના માંધાતાઓને નોટિસ પાઠવીને ફફડાટ મચાવી

દીધો છે ખાદી ઇન્ડિયાએ હજારો પેઢીઓને ખાદીના નામના દુરુપયોગ સામે ચેતવણી આપી છે.

એમેઝોન, ફલીકાર્ટ, સ્નેપડીલ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ૧૬૦થી વધુ વેબ લીંકને મેં સરકારની ખાદી અને ગ્રામોદ્યોગ સમિતિ એ પોતાના વેબ પોર્ટલ પરથી ખાદીના બ્રાન્ડનેમનું ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી દીધી છે ખાદી ગ્રામ ઉદ્યોગ સમિતિએ એક હજારથી વધુ પેઢીઓ અને ખાદી ઇન્ડિયા નો બ્રાન્ડ પોતાના વિવિધ ઉત્પાદનો વધારવા માટે વાપરવા સામે નોટિસ ફટકારી છે ગયા મહિને ખાદી ગ્રામ ઉદ્યોગ એ બે પેઢીઓ ખાદી એસ એમ સી એલ અને ખાદી ગ્લોબલને ગેરકાયદેસર રીતે સૌંદર્ય પ્રસાધનો અને અન્ય ચીજ વસ્તુઓ ખાદીના નામે વાંચવા બદલ નોટિસ પાઠવી હતી.

ખાદી ગ્રામ ઉદ્યોગ એ ફે કરેલા ૫૦૦ કરોડના વળતરના દવાનો કેસ પણ મુંબઈ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, ખાદીગ્રામ ઉદ્યોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે ખાદી ગ્રામ ઉદ્યોગ એ ખાદીના નામનો દુરુપયોગ ન કરવા અને આવી અન્ય ચીજો ખાદીના નામે ન વેચવા જણાવી દીધું છે. અન્યથા તમામને મોટી રકમના વળતરનો દાવો અનેઅને કાનૂની કાર્યવાહીનો સામનો કરવાનું રહેશે.

ખાદીના નામનો દુરૂપયોગ કરી અન્ય વસ્તુઓ વેચવા અંગે અનેક વ્યવસાય પ્રતિષ્ઠા અને કાનૂની કાર્યવાહીની નોટિસ પાઠવવામાં આવી છે. ખાદીના બ્રાન્ડ હેઠળ માસ્ક શેમ્પુ સૌંદર્ય પ્રસાધનો મહેંદી કેસે ઉડતા અને અનેક બીજી વસ્તુઓ ઈ-કોમર્સ ઉપર વેચવામાં આવે છે મોટાભાગના ઉત્પાદનો આયુષ કે જે ખાદીગ્રામ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમને વાગડની ખાધીના બ્રાન્ડનેમ હેઠળ વેચવામાં આવે છે.

આયુર્વેદિક સાબુ અને અન્ય વસ્તુઓ વેચાણ કરવામાં આવે છે. આ તમામ વસ્તુઓનું ખાલી નામ હેઠળ વેચાણ કરવું યોગ્ય નથી ખાદીગ્રામ ઉદ્યોગએ ૧૬૦ જેટલી પડ્યુંએ પોતાના બ્રાન્ડનેમનો દુરુપયોગ ન કરવા જણાવાયું છે માત્ર માન્યો અને નોંધાયેલી ખાદી સંસ્થાનો અને ખાદી અને સંલગ્ન વસ્તુઓ વેચવાનો અધિકાર છે. ખાદી ટ્રેડમાર્ક અને ખાદી ઇન્ડિયાનો લોગો કોઈપણ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેનો ઉપયોગ કર્યો હતો તે ગેરકાયદેસર હોવાનું જણાવેલ છે.

ખાદી ગ્રામોદ્યોગ કમિશનની મંજૂરી વિના વેચાણ કરી શકાય નહીં: દેવેન્દ્રભાઈ દેસાઈ

Devendra Desai

સૌરાષ્ટ્ર ખાદી રચનાત્મક સમિતિના ચેરમેન દેવેન્દ્રભાઈ દેસાઈએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાદી ગ્રામોદ્યોગ કમિશન હેઠળ ખાદી ઇન્ડિયા બ્રાન્ડ રજિસ્ટર છે. ભારત સરકારના ખાદી કમિશનની માન્યતા વિના કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા બિન અધિકૃત રીતે ખાદીના નામનો ઉપયોગ કરીને વેચાણ કરી શકે નહીં. કોઈ પણ ઓનલાઇન સાઇટ હોય કે દુકાન તેને ખાદી કમિશનની મંજૂરી લેવી અનિવાર્ય છે. મંજૂરી નહીં લેવાના કિસ્સામાં કોઈ પણ જાતના ખાદીનું વેચાણ કરી શકાય નહિ. તેમણે કહ્યું હતું કે ખાદી કમિશને જે પગલું લીધું છે તે હિતાવહ છે. જો આ પ્રકારે વેચાણ કરવામાં આવે તો લોકોની ખાદી પ્રત્યેની વિશ્વસનીયતા ધીરે ધીરે ઓછી થતી જશે અને એક દિવસ ખાદી સંપૂર્ણપણે વિશ્વાસ ગુમાવી દેશે જેથી ખાદી ગ્રામોદ્યોગ કમિશનની મંજૂરી વિના વેચાણ કરી શકાય નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.