મુંબઈ ફિલ્મસિટીમાં ‘ ઝીરો ‘ના સેટ પર લાગી આગ

89

બોલિવૂડના કિંગ શાહરુખખાનની ફિલ્મ ઝીરોના સેટ પર ગુરુવાર સાંજે આગ લાગી હતી, જ્યારે આગ લાગી ત્યારે શાહરુખ પણ સેટ પર જ હતો પરંતુ તેને કોઈ નુકસાન પહોચ્યું નથી, પરંતુ તે સેટ પરથી તુરંત જ નીકળી ગયા હતા.

પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે હજુ સુધી ખબર નથી પડી કે આગ શા કારણોથી લાગીથી લાગી, તેમણે તેમણે જણાવ્યું હતું કે આગ વીજળીના વાયર, વીજળીથી ચાલતા ઉપકરણો, લાઇટ, શૂટિંગની વસ્તુઓ, દોરી અને પડદા સુધી જ મર્યાદિત રહી હતી.

જાણકારી અનુસાર સ્ટુડિયોમાથી ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા.આગ ખૂબ જ ભયાનક હતી તેના માટે ૪ ફાયરબ્રિગેડની ગાડીઓ મોકલવી પડી હતી, ઝીરોના સેટ પર બીજી વખત આગ લાગી પ્રથમ આગ શોર્ટ શર્કિટ થવાના કારણે લાગી હતી.

શાહરુખ ખાન, કેટરિના કેફ અને અનુષ્કા શર્માની ફિલ્મ ઝીરો ૨૧ ડિસેમ્બર પર ક્રિસમસની ઉજવણી પર રીલીઝ થવાની છે.

Loading...