Abtak Media Google News

અકસ્માતના બનાવો અટકાવવા અને લોકોના આરોગ્યને ધ્યાને લઈ અધિક કલેકટર પટેલે બહાર પાડયુ જાહેરનામુ

મોરબી પંકમાં બેફામ રીતે હેરાફેરી તી સફેદ માટી, રેતી, હાર્ડ મુરમ જેવા રો-મટીરીયલ્સની હેરાફેરી કરતા વાહનોને તાલપત્રી ઢાંકીને હેરાફેરી કરવાનું અધિક કલેકટર પી.જી.પટેલે જાહેરનામુ બહાર પાડયું છે.

મોરબી પંકમાં આવેલા આશરે ૮૦૦ જેટલા સીરામીક એકમોમાં સફેદ માટી ચાયના કલેનો ઘણો ઉપયોગ થાય છે. આ સફેદ માટી ઉપર તાલપત્રી ઢાંકી ન હોવાથી માટીના નાના રજકણો હવામાં ઉડીને પ્રદુષણ ફેલાવે છે. તેવી લેતું ફરિયાદ ઉઠી હતી અને ધુળના રજકણો અને ધુળની ડમરીઓ ઉડવાથી ખુલ્લા વાહન ચાલકોની આંખમાં આ ધુળના રજકણો ઉડવાથી ચાલકોની આંખમાં આ ધુળના રજકણો ઉડવાી ઘણીવાર વાહનનું બેલેન્સ ગુમાવી હોવાી અકસ્માત સર્જાયા છે.

આવી બાબતોને ધ્યાને લઈ અને લોકોનું આરોગ્ય ન જોખમાઈ અને હવા પ્રદુષણ અટકાવવા માટે રો-મટીરીયલ્સની હેરાફેરી કરતા વાહનોને તાલપત્રી બાંધવાનું આવશ્યક જણાતા અધિક કલેકટર પી.જી.પટેલે ફોજદારી કાર્ય રીતિ અધિનિયમ-૧૯૭૩/૧૯૭૪નો બીજો અધિનિયમ હેઠળ રો-મટીરીયલ્સની હેરાફેરી કરતા વાહનોને તાલપત્રી બાંધવા ફરજીયાત બનાવાયું છે અને રો-મટીરીયલ્સ ખાલી કરીને પરત ફરતી ટ્રકોને સાફ કર્યા પછી જ એકમ પ્રીમાઈસીસમાંી બહાર કાઢવાનું જણાવાયું છે.

જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય ફોજદારી અને આરટીઓના કાયદા તા પોલીસના કાયદા હેઠળ રૂ.દશ હજારનો દંડ અવા વાહન જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામામાં જાહેર કરવામાં આવ્યું છે. હવે જાહેરનામાનો કેવો અમલ થાય છે તે આગામી સમયમાં જાણવા મળશે.

જાહેરનામાનો ભંગ કરનાર ૧૫ ટ્રક ચાલકોને ૩૫ હજારનો દંડ

વહીવટી તંત્રના આ.ટી.ઓ. અને જી.પી.સી.બી.ની ટીમને સો રાખી અધિક કલેકટર પી.જી.પટે, ડેપ્યુટી કલેકટર કેતનભાઈ જોષી, જી.પી.સી.બી.ના સુત્રેજા આર.ટી.ઓ. અધિકારી એ.જે.વ્યાસ, બી.ડીવીઝનના પી.એસ.આઈ. મજગુલ વગેરેએ લક્ષ્મીનગર ગામ પાસે એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ હા ધર્યું હતું. જેમાં ૧૫ જેટલી ટ્રકો તાલપત્રી બાંધ્યા વગરની દેખાતા આ ૧૫ ટક્રોને ‚ા.૩૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આવા રો-મટીરીયલ્સ ભરેલી ટ્રકોમાં તાલપત્રી ન હોય અને તેનો માલ જે ફેકટરીમાં ઉતરશે તે ફેકટરીના માલિક સામે પણ કાર્યવાહી શે તેવું જી.પી.સી.બી.ના અધિકારીએ જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.