Abtak Media Google News

સાત-મહિલા સહિત એક ડઝન શખ્સોની ધરપકડ : રૂ . ૬૭૦૦૦નો મુદામાલ કબ્જે

સરકાર દ્વારા મહિલા સશકિતકરણના ચાલતા અનેક પ્રોજેકટો વચ્ચે ગુના ખોરીમાં પુરૂષ સમોવડી મહિલાઓનો ગ્રાફ વધી રહ્યો છે. તેમજ માળા ફેરવવાની ઉમરે ઉપલેટાના ખાખીજાળીયા ગામે એલ.સી.બી. એ દરોડો પાડી મહિલા સંચાલીત જુગાર ધામ ઝડપી પાડી સાત મહીલા સહિત ૧૨ શખ્સો ની ધરપકડ કરી રૂ ૬૭૦૦૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

2.Banna 1

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે રહેતા મધુબેન પુના સુવા નામની મહીલા જુગાર રમાડતી હોવાની ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.એન. રાણાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતી મધુ પુના સુવા કોલંકીના નિલુ રમેશ દઢાણીયા, કુતિયાણાના ઢુલીબેન રમેશ ઓડેદરા, સંતોક સાજણ કાટાવદરા, ભાયાવદરની ગીતા રતિભાઇ પરમાર, ઉપલેટા રાજી વિરમ મેર, જોમજોધપુર દક્ષા દેવેન્દ્ર, પોરબંદરની માલીબેન નાથા બાપોદરા, ઇસરાની પરેશ મેણશી ચંદ્રવાડીયા, રાણાવાવ ભીમા સવા ઓડેસરા, જામજોધપુર પ્રતિક મણી લોહાણા અને પોરબંદરના દીપેન વિરજી રૂ પારેલીયા ની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડ અને મોબાઇલ મળી રૂ ૬૭૭૦૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.