આખા ગૃહ વચ્ચે નહેરુએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની માંગી હતી માફી!!!

ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ, 1901ના રોજ કોલકતામાં એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ આશુતોષ મુખરજી હતું, જેઓ બંગાળમાં એક શિક્ષણશાસ્ત્રી અને બુદ્ધિજીવી તરીકે જાણીતા હતા.

આ વાત આઝાદી બાદના થોડા વર્ષોની છે. ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ એમને પોતાની વચગાળાની સરકારમાં મંત્રી બનાવ્યા હતા. મંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ ટૂંકો હતો.

ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ નહેરુ પર તૃષ્ટિકરણનો આરોપ મૂકીને મંત્રીપદથી રાજીનામું આપી દીધું. તેઓ ‘એક દેશમાં બે બધારણ અને બે પ્રધાન નહીં ચાલે’ એ વાત પર અડગ હતા. તે સમયે પણ કાશ્મીર મુદ્દો દેશ માટે મહત્વનો મુદ્દો બન્યો હતો. એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને શ્યામાપ્રસાદ મુખરજી વચ્ચે અનેક મતભેદો રહ્યા. મતભેદોના કારણે 6 એપ્રિલ, 1950ના દિવસે એમણે મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ગુરુ ગોલવેલકર સાથે પરામર્શ કરીને મુખરજીએ 21 ઑક્ટોબર, 1951માં રાષ્ટ્રીય જનસંઘની સ્થાપના કરી.

સામાન્ય ચૂંટણી પછી તરત દિલ્હી નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસ અને જનસંઘ વચ્ચે મોટી ટક્કર થઈ રહી હતી. આ માહોલમાં સંસદમાં બોલતી વખતે મુખરજીએ કૉંગ્રેસ પાર્ટી પર ચૂંટણી જીતવા માટે વાઇન અને મનીનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. જેનો વિરોધ નેહરુએ ખુબજ કર્યો હતો.

જવાહરલાલ નહેરુ સમજ્યા હતા કે મુખરજીએ વાઇન અને વુમન કહ્યું અને તેઓ ઊભા થઈને ખૂબ જોરથી એનો વિરોધ કર્યો હતો. મુખરજીએ આની સામે કહ્યું કે તમે અધિકૃત રૅકર્ડ તપાસી લો કે મેં શું કહ્યું છે.

જ્યારે નહેરુને ખ્યાલ આવ્યો કે એમણે ભૂલ કરી છે તો એમણે ગૃહની સામે ઊભા થઈને એમની માફી માગી હતી.
ભારતીય જનસંઘનાં સ્થાપક અધ્યક્ષ અને કાશ્મીરની લડત માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા પ્રખર રાષ્ટ્રભક્ત ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિતે આજે આવી ઘટના યાદ કરવી જરૂરી છે.

Loading...