કોરોનાની દહેશત વચ્ચે મુસ્લિમ યુવાનોનું સર્વધર્મ સેવાકાર્ય

58

યુવાનોએ કોઈ પણ નાતજાતનાં ભેદ વગર ૫૦૦થી વધુ પરિવારોને એક મહિનાનું રાશન આપી માનવતા મહેકાવી: હજુ પણ ગરીબોને મદદરૂપ થવાની નેમ

દેશભરમાં કોરોના વાઈરસને પગલે લોકડાઉન કરવામાં આવ્યુ છે. રોજગાર ધંધા પડી ભાગ્યા છે. રોજનું કમાઈને રોજ ખાતા લોકોના જીવન નિર્વાહ પર જોખમ આવી પડ્યુ છે. ત્યારે અનેક સામાજીક સંસ્થાઓ ગરીબોની પડખે આવી છે. રાજકોટનાં રૈયા રોડનાં નહેરૂનગર વિસ્તારનાં મુસ્લિમ યુવાનો દ્વારા ફાળો ભેગો કરીને ગરીબ પરિવારનો મદદરૂપ થવા માટે આયોજન કર્યુ છે. જેનાં ભાગરૂપે તમામ પ્રકારની જીવનજરૂરી વસ્તુઓની કીટ બનાવીને જરૂરીયાતમંદનાં ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. હાલમાં ૫૦૦થી વધુ કીટ બનાવીને ગરીબ વિસ્તારોમાં વિતરણ કરી દેવામાં આવ્યુ છે. આ સેવાક્રિય કાર્યમાં પોલીસનો પણ સાથ સહકાર ગ્રુપને મળી રહ્યા છે.

રૈયા રોડ પરનાં નહેરૂનગર વિસ્તારનાં મુસ્લિમ યુવાનો દેશમાં આવી પડેલ ગમે તેવી પરિસ્થિતીમાં એક થઈને સમાજ સેવા લાગી જાય છે. ભુંકપ, સુનામી, ધાર્મીક પ્રંસગો સહિતનાં કાર્યમાં  યુવાનનું  નહેરૂનગર યુવા ગ્રૃપ ખડે પગે રહે છે. અને લોકોને  મદદ કરવા માટે એકજૂટ થઈને સેવા કાર્યમાં લાગી પડે છે. કોરોના વાઈરસ નામી આફત સામે લડવા માટે દેશનો દરેક નાગરીક કટીબધ્ધ છે. લોકડાઉનને પગલે જે રોજનું કમાઈને પોતાનુ જીવન નિર્વાહ કરતા ગરીબ લોકોની મુસિબતમાં વધારો થયો છે. ત્યારે આવા ગરીબ પરિવારોને મદદ થવાનાં ઉદ્દેશ્યથી નહેરૂનગર યુવા ગ્રૃપ દ્વારા એક મહિનાનું રાશન આપવાની શરૂઆત કરાઈ છે.

ગરીબોને આપવામાં આવતા રાશનમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, ખીચડી, પૌવા, ચોખા, હળદર પાવડર, ધાણાજીરૂ પાવડર, મરચા પાવડર, એક લીટર કપાસિયા તેલ, ખાંડ, ચાની ભુકી, નમક, ચાણાની દાળ, મગ, ચોળીનાં બી, વાલનાં બી, સહિત ૨૦થી વધુ વસ્તુ સમાવેશ થાય છે. અને ઘરમાં બાળકો આ કટોકટી સમયે જીદ્દ કરે તો તેઓ માટે પણ ગ્રૃપ દ્વારા બિસ્કીટ, ચોકલેટ, પીપરમેન્ટ પણ આપવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ ૨૦૦૦થી વધુ લોકોને આ કીટથી લાભ થશે. ૭૦થી વધુ યુવાનો સેવાક્રિય કાર્ય રાત દિવસ જોય વગર સેવા આપી રહ્યા છે.

Loading...