Abtak Media Google News

૫૦ મિનિટમાં મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકાની લડતથી લઈને સ્વતંત્રતા સુધીનાં પ્રસંગો વર્ણવાશે

મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં કાલે ‘નમકથી નમક’ સુધી નાટક યોજાનાર છે. જેમાં ૫૦ મીનીટની અંદર મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકાની લડતથી લઈને સ્વતંત્રતા સુધીનાં પ્રસંગોનું વર્ણન થશે. આ નાટય શો માણવા શહેરીજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

‘નમકથી નમક’ સુધી નાટય ગાંધીજીના જીવન પ્રસંગોને રજુ કરતું નાટક છે. મીઠાના સત્યાગ્રહ માટે બાપુને દક્ષિણ આફ્રિકાની લડતથી શરૂ કરીને ભારતમાં આગમન અને અહીંની લડતનાં પ્રસંગોને પણ આવરી લેવામાં આવ્યા છે. જેમાં જવાહરલાલ નહેરૂ સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરબા, શેખ અબ્દુલ્લા, સરોજીની નાયડુ જેવા વિવિધ પાત્રો સાથે બાપુના સંવાદોની ચોટદાર રજુઆત કરવામાં આવી છે. ગાંધી આશ્રમથી દાંડીકૂચની શરૂઆત અને દાંડી સુધીની યાત્રાનું નિરૂપણ દાંડીકૂચ સમયનાં બાપુનાં ભાષણોની સુંદર રજુઆત કરવામાં આવી છે.

લગભગ ૫૦ મિનિટનાં આ નાટય પ્રયોગમાં સુંદર સંગીતમય રજુઆત કરવામાં આવી છે. આ નાટકમાં હર્ષ કાવિઠીયા, રિતેશ સાવંત, મૌલિક વૈદ્ય, વિજય મેર, જયરાજ જાડેજા, ‚હીન ધોરી સહિતનાં કલાકારો પોતાની એકટીંગ કલાના કામણ પાથરશે. ગાંધીજીની ભૂમિકામાં રાજેશ ભટ્ટે સુંદર એકટીંગ કરશે. આ નાટક આવતીકાલે સાંજે ૬:૩૦ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે યોજાશે. આ નાટક પૂર્ણ થયા બાદ લાઈટ, લેસર એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.