કોરોનાના લોકડાઉનમાં સેવાભાવી સંસ્થાઓએ પ્રજા ધર્મ બજાવ્યો

176

આપત્તિને અવસરમાં પલ્ટાવતા સૌરાષ્ટ્ર વાસીઓ

દુષ્કાળ, ભૂકંપ, વાવાઝોડા કે અતિવૃષ્ટિમાં જઠરાગ્ની  ઠારી અને જરૂરિયાતમંદોને કિટ વિતરણ કરી રાષ્ટ્રીય આપત્તિમાં ખરા અર્થમાં રાજધર્મ નિભાવ્યો

સૌરાષ્ટ્રની ભૂમિ સંત, શુરા અને શુરવીરની છે જયાં કોઈ ન પહોચે ત્યાં સૌરાષ્ટ્રવાસીઓ પહોચે તે કહેવતને સૌરાષ્ટ્રવાસીઓએ સાર્થક કરી બતાવ્યું છે.

જયારે જયારે દેશ પર આપતિ આવી છે. જેવી કે ભૂકંપ, દુષ્કાળ, વાવાઝોડું, અતિવૃષ્ટિ કે કોરોના મહામારી જેવી આપતીને અવસરમાં પલ્ટાવવામાં સૌરાષ્ટ્રવાસીઓ મોખરે હોય છે.

દુનિયાભરનાં ૧૯૯ જેટલા દેશો કોરોનાના વાયરસની બિમરીની મહામારીમાં સપડાયા છે. જેને મ્હાત આપવા વડાપ્રધાન દ્વારા ત્રણ -સપ્તાહ સુધી દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.

કોરોનાના વાયરસને અટકાવવા એકાએક લોક ડાઉન કરવામાં આવતા જનજીવન ઠપ્પ થતા વતન છોડીને પેટયું રળવા આવેલા શ્રમિકો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પેટયુ પર અસર પડી છે.

ધંધા-રોજગાર બંધ થતા શ્રમિકો પોતાની વતનની વાટ પકડી રહ્યા હતા ત્યારે તેની વ્હારે સેવા ભાવી સંસ્થાઓ આગળ આવી જમવાની વ્યવસ્થાઓ કરી ૨૪ કલાક રસોડાઓ ધમધમવા લાગ્યા છે.

શ્રી રણછોડદાસ બાપુ દ્વારા પંખી પાની પીને સે ઘટે ના સરિતા નીર સહાય કરે રઘુવિર અને શ્રી જલારામ બાપા દ્વારા જયાં રોટલો ત્યાં હરી ઢુકડોની કહેવતને સૌરાષ્ટ્રવાસીઓએ સાર્થક બનાવી જયાં સરકાર ન પહોચે ત્યાં સેવાકીય સંસ્થા દ્વારા યજ્ઞના રૂપમાં ગામડે ગામડે અને શહેરનાં અનેક વિસ્તારમાં જરૂરીયાત મંદો લોકોને તૈયાર ભોજન અનેરાશનની કીટો આપવામાં આવી રહી છે.

દેશ ઉપર આવી પડેલી આપતિના સમયમાં દાનેશ્ર્વરી દ્વારા દાનનો ધોધ વહાવવામાં આવી રહ્યો છે. દાન લેનાર સંસ્થાઓ દાનનો સદઉપયોગ કરે અને જરૂરીયાત મંદો સુધી પંહોચાડી તેનો કિર્તી અને નામ માટે દેખાડો ન કરે લોકોએ આપેલું દાન સવાયુ કરી પ્રમાણીક અને ન્યાયપૂર્ણ રીતે કામગીરી કરી રહ્યા છે.

સંસ્થાઓનાં ઓઠા હેઠળ દાન ઉઘરાવતા લેભાગુઓથી લોકો ચેતે

કોરોનાના લોકડાઉનને પગલે જડબેસલાક ધંધા-રોજગાર બંધ હોવાથી જરૂરીયાતમંદ લોકોની જઠરાગ્નિ ઠારવા અનેક સેવાકીય સંસ્થાઓ આગળ આવી છે. પરંતુ લેભાગુ તત્વો દ્વારા આ સમયે સંસ્થાઓનાં ઓઠા હેઠળ તૈયાર રસોઈ અન્ય સેવાકીય સંસ્થા પાસેથી લાવી અને જરૂરીયાતમંદોને ભોજન આપી ફોટાઓ પાડી સોશ્યલ મીડીયામાં પોસ્ટ કરી અને પ્રસિધ્ધી ભૂખ્યા લોકો અખબારોમાં ફોટાઓ છપાવી અને કહેવાતી સંસ્થાઓ દ્વારા દાન આપવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે આવી બીલાડીના ટોપ જેવી ફૂટી નીકળેલી સંસ્થાઓને દાન દેનારાઓ લાલબત્તી સમાન કિસ્સા સામે આવ્યા છે.

રાહતનિધિ ફંડની ઝોળી છલકાવી: રૂ.૫.૫૩ કરોડનું ભંડોળ એકઠુ

કોરોનાની વૈશ્ર્વિક મહામારીથી દેશ ઉપર આવી પડેલી આપતિને અવસરમાં પલટવા વડાપ્રધાન મોદી દ્વારા ઉદાર હાથે આર્થિક યોગદાન આપવા કરવામાં આવેલી અપીલને પગલે રાજકોટવાસીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન રાહતનિધિ ફંડની ઝોળી છલકાવી રહ્યાં છે. પોત પોતાની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડીઓરૂપે સમાજમાં શ્રેષ્ઠી, કર્મચારીઓ ધાર્મિક સ્થળો અને વિવિધ સંસ્થાઓ આગળ આવી મુખ્યમંત્રી રાહતનિધિમાં અને વડાપ્રધાન રાહતનિધીમાં રૂા. ૫.૫૩ કરોડથી  વધુ રકમનું યોગદાન આપી રાષ્ટ્રીય યજ્ઞમાં પ્રજાધર્મ બજાવી રહ્યાં છે.

Loading...