પાછોતરા વરસાદે ડુંગળી- મરચાનો સોથ વાળ્યો!!!

ગરીબોની કસ્તુરી ડુંગળી ફરી રડાવશે!!

સૌરાષ્ટ્રભરમાં અચાનક આવેલી આકાશી આફતે ખેડૂતોને પડ્યા પર પાટુ માર્યું : અનેક સ્થળોએ ખાના- ખરાબી સર્જાઈ

સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે ઓચિંતી આવેલી આકાશી આફતે ખેડૂતોને પડયા પર પાટુ માર્યું છે. અનેક સ્થળોએ ખાના- ખરાબી સર્જાઈ છે. ખાસ કરીને આ પાછોતરા વરસાદે ડુંગળી અને મરચાના પાકનો સોંથ વાળી દીધો છે. જેથી ગરીબોની કસ્તુરી ડુંગળી હવે ફરી ગરીબોને રડાવવાની છે.

સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે. અનેક સ્થળોએ તો ખેડૂતોની જમીનમાં પાણી ફરી વળ્યાં હતા. પાકને પણ ભારે નુકસાન પહોચ્યું છે. હાલ મરચા અને ડુંગળીનું વાવેતર હોય જેને વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે.

અતિવૃષ્ટિના કારણે ઉત્પાદિત માલમાં પહેલેથી  ઘસારો ભોગવી ચુક્યા છે. જેને કારણે ખેડૂતોને વધુ એક આર્થિક માર સહન કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ડુંગળી અને મરચાની સાથોસાથ ખેડૂતોના મગફળીના પાકને પણ નુકસાન પહોચ્યું છે. આ વરસાદ શિયાળુ વાવેતરને અસર કરશે તેવી ભીતિ સેવાઇ રહી છે.

Loading...