Abtak Media Google News

ભાજપ કર્ણાટકમાં 122 સીટો પર આગળ બહુમતીના આકડાને પાર,

12મી મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. હવે આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરાઇ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરી સમયે શરૂઆતમાં જ બન્ને વચ્ચે ટક્કર જોવા મળી હતી, જે.ડી.એસ. પણ ત્રીજા મોટા મોરચા તરીકે આગળ આવી રહ્યું છે,પરૂતું ભાજપ 116 સીટો પર આગળ વધી રહું છે અને શરૂઆતની બઢત  ..

આ મત ગણતરી મુજબ કર્ણાટક વિધાનસભા ચુટણીમાં ભાજપ 116, કોંગ્રેસ 63, જેડીએસ 41 બેઠક પર આગળ છે. હાલ ભાજપ તરફ લહેર મોદી લહેર યથાવત છે તેવું હાલની દ્રષ્ટીએ કહી શકાય છે. આ વખતે યેદૂરપ્પાની વાપસીથી કર્ણાટકમાં મતદાન વધવા પામ્યું છે અને ભાજપને તેનો લાભ થાય રહ્યો છે. હાલનું પરિણામ જોતાં ચૂંટણીમાં લિંગાયત સમુદાય ભાજપા તરફ વડી રહ્યો છે, અને સાથે નરેંદ્ર મોદી દ્વારા કરવામાં આવેલ 21 રેલિયો જે સૌથી વધુ ફાયદો કરેલ છે, હાલના આકડા મુજબ ભાજપને પૃણ બહુમતી મળી શકે છે.

આ ચુકાદો ભાજપ માટે 2019 પહેલો ચુકાદા જેવો છે જ્યારે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે. કુલ 224 બેઠકો માંથી 222 બેઠકો પર ચૂંટણી યોજાય હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.