Abtak Media Google News

આઇઓસીએલ, ગુજરાત રીફાઇનરી ખાતે યોજાયેલી સીઆઇએસએફની ૫મી અખિલ ભારતીય આંતરખંડીય વોલીબોલ સ્પર્ધામાં પૂર્વ ખંડ (ઇએસ) ની ટીમ વિજેતા બની છે. આ સ્પર્ધામાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના જુદાં જુદાં સેકટર્સની ૯ ટીમોએ ભાગ લીધો હતો. લીગ કમ નોકઆઉટના ધોરણે કુલ ૧૯ મેચીસ રમાઇ હતી. વિજેતાઓ અને ખેલાડીઓને પશ્ચિમ ક્ષેત્ર મુંબઇના ઉપ મહાનિરીક્ષક શ્રી સંજયકુમારે પ્રોત્સાહિત કર્યા હતા.

Img 6570

Img 6535આ સ્પર્ધાના આયોજનમાં આઇઓસીએલ, જિલ્લા રમતગમત અધિકારીની કચેરીનો સહયોગ મળ્યો હતો. અંતરરાષ્ટ્રીય વોલીબોલ ખેલાડી કુંજન વાળાની ઉપસ્થિતિ ધ્યાનાકર્ષક બની હતી. દેશની અને ઉદ્યોગોની સુરક્ષામાં ખૂબ જ મહત્વપૂર્ણ અને ચાવીરૂપ યોગદાન આપનાર સીઆઇએસએફની હાલમાં સુવર્ણ જયંતીની ઉજવણી થઇ રહી છે તેના ભાગરૂપે આ સ્પર્ધા યોજવામાં આવી હતી.

Img 6493Img 6549

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.