Abtak Media Google News

ઉપલેટા પત્રકાર સંઘની માંગ

બે દિવસ પહેલા જુનાગઢમાં સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચુંટણી દરમ્યાન ચુંટણીનું કવરેજ કરી રહેલા પત્રકાર ઉપર પોલીસ દ્વારા કોઈપણ જાતનાં કારણ વગર લાઠીચાર્જ કરતા તેના ઘેરા પડઘા ઉપલેટા પત્રકારોમાં પડયા છે.

ઉપલેટામાં મામલતદારને તાલુકા પત્રકાર સંઘ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવેલ કે, જુનાગઢમાં સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચુંટણીનું લાઈવ કવરેજ આપી રહેલા પત્રકારો ઉપર કોઈપણ જાતનાં કારણ વગર પોલીસ દ્વારા લાઠછીચાર્જ કરી ભયનો માહોલ ઉભો કરી દેશની ચોથી જાગીરના અવાજને દબાવવાનો જે પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે તે કોઈ કાળે સાંખી લેવાઈ નહીં. જવાબદાર પોલીસ કર્મીઓ સામે એફઆઈઆર નોંધી તેની ધરપકડ કરવા ઉપલેટા તાલુકા પત્રકાર સંઘે માંગણી કરેલ છે.

આ તકે પત્રકાર સંઘનાં પ્રમુખ કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, ખજાનચી ભરતભાઈ રાણપરીયા, વિપુલભાઈ ધામેચા, કાનભાઈ સુવા, કેવલભાઈ તન્ના, અમુભાઈ રાણવા, અબશીભાઈ આહિર, ઈમરાન સરવદી વગેરે હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.