Abtak Media Google News

રીષભ પંતે અણનમ ૧૨૮ રન બનાવી આઇપીએલ-૨૦૧૮ નો રેકોર્ડ સર્જયો.

આક્રમક બેટિંગ કરનાર પૃથ્વી શો આ વખતે માત્ર ૯ રન બનાવી સસ્તામાં આઉટ થઇ ગયો હતો

દિલ્હીમાં રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી ડેરડેવિલની મેચમાં દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ, આક્રમક બેટિંગ કરનાર પૃથ્વી શો આ વખતે માત્ર ૯ રન બનાવી સસ્તામાં આઉટ થઇ ગયો હતો.

પ્રથમ ઓવરમાં જ વિકેટ પડતા દિલ્હીને ફટકો પડયો હતો. જ્યારે રૂષભ પંતે શાનદાર બેટિંગ કરતા ૧૫ ચોગ્ગા અને ૭ છગ્ગા ફટકારીને ૧૨૮ રન બનાવ્યા હતા અને અણનમ રહ્યો હતો.

પ્રથમ ઇન્ગિંસમાં દિલ્હીએ ૨૦ ઓવરના અંતે ૫ વિકેટના નુકસાનથી ૧૮૭ રન બનાવ્યા હતા. પંત અને હર્શલ પટેલની ભાગીદારી સારી રહી હતી

રિષભ પંતની શાનદાર અને તોફાની સદી થતા  દિલ્હીની ટીમ આ મેચમાં વિજેતા બની શકી ન હતી કારણ કે હૈદરાબાદે શાનદાર ધીરજ રાખીને નબળા બોલને  ફટકારવાનું ચાલુ  રાખ્યું અને તેને કારણે બીજી વિકેટની ભાગીદારીએ હૈદરાબાદને જીતાડી દીધું શિખર ધવને ૯૨ અને સુકાની વિલિયમસન ૮૩ રને નોટ આઉટ રહીને ૧૯મી ઓવરમાં જ હૈદરાબાદને જીતાડી દીધું હતું આ બંને વચ્ચે ૧૭૬ રણની બીજી વિકેટની ભાગીદારી પણ નોંધાઈ જે આ આઈપીએલની સૌથી મોટી ભાગીદારી છે  આ વિજય સાથે હૈદ્રાબાદની ટીમ પ્લે ઑમાં પહોંચી ગઈ છે જયારે દિલ્હી સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.