Abtak Media Google News

રાત્રે પ્રાચીન રાસ-ગરબા હરિફાઈ: વિવિધ સમાજ મહાઆરતીનો લાભ લેશે

સિઘ્ધી વિનાયકધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન ૨૩ સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા સિઘ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ ગણપતિ મંગલ મહોત્સવમાં શહેર ભાજપ આયોજીત મંગલ મહોત્સવમાં રોજેરોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે અને એક ભકિતપૂર્ણ તથા પારીવારીક માહોલમાં બહોળી સંખ્યામાં ભાવિકોની ભીડ બાપાના દર્શનનો લાભ લેવા ભકિતભાવપૂર્ણતાથી ઉમટી પડે છે અને ગણપતિદાદાના સાનિધ્યમાં રોજેરોજ વિવિધ રસપ્રદ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.04 1 તે અંતર્ગત આજે સિઘ્ધી વિનાયક ધામ ખાતે ભુપેન્દ્રભાઈ ખખ્ખર પ્રસ્તુત શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ભકતજનોને ભકિતરસમાં તરબતર કરનાર અનોખી ભકિત ઉત્સવ સમાન બન્યો હતો. આ ભકિત ઉત્સવમાં ભગવાન શ્રીનાથજીના વિવિધ દર્શન તેમજ સુંદર ભકિતગીતો રજુ કરાયા હતા.

આ ભકિતસંગીત કાર્યક્રમને શહેરીજનોએ મોડીરાત સુધી માણ્યો હતો. આ તકે અભયભાઈ ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી, નિતીન ભારદ્વાજ, ઉદય કાનગડ, અશ્વીન મોલીયા, કિશોર રાઠોડ, અલકાબેન ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, કૈલાશબેન ભંડેરી, દિનેશ કારીયા, રમીલાબેન રાઠોડ સહિતના સાથે શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ક્ષત્રિય સમાજ, કાઠી સમાજ, રાજપુત સમાજ, લુહાર સમાજ, શાપર વેરાવળ ઇન્ડ. એસો, આજી ઈન્ડ. એશો, ડાયમંડ એશો તથા શહેરના વોર્ડ નં.૯ના અગ્રણીઓ દ્વારા ગણપતિ મહારાજની મહાઆરતીમાં લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરાશે. તેમજ આજે સાંજે સિઘ્ધી વિનાયકધામ ખાતે બહેનો માટે (ઓપન રાજકોટ) વેસ્ટમાં થી બેસ્ટ ગણપતિ બનાવવાની સ્પર્ધા તેમજ રાત્રે ૯ કલાકે પ્રાચીન રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.