Abtak Media Google News

નાણાકીય વર્ષ 2018ના ચોથા ક્વાર્ટરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું પરિણામ અનુમાન કરતા ખરાબ આવ્યું છે. માર્ચ 2018માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં એસબીઆઇને રૂ.7718 કરોડની ખોટ થઇ છે.

અગાઉના નાણાકીય વર્ષ 2017ના ચોથા ક્વાર્ટરમાં એસબીઆઇને રૂ.2814 કરોડનો નફો થયો હતો. જાન્યુઆરી-માર્ચ 2018 દરમિયાન પ્રોવિજનિંગ વધવાથી પરિણામ ખરાબ આવ્યું છે. વળી, આ ગાળા દરમિયાન બેન્કની બેડ લોન પણ વધી છે. નાણાકીય વર્ષ 2018ના ત્રીજા ક્વાર્ટરમાં પણ બેન્કને રૂ.2416 કરોડની ખોટ થઇ હતી.

બીએસઇમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો શેર પ્રારંભિક નબળાઇ પછી વધ્યો છે. એસબીઆઇનો શેર 6 ટકા ઊછળીને રૂ.259.90 સુધી ગયો હતો. અંતે શેર 3.7 ટકા વધીને રૂ.254 પર બંધ રહ્યો છે.

નાણાકીય વર્ષ 2018ના ચોથા ક્વાર્ટરમાં એસબીઆઇની પ્રોવિજનિંગ રૂ.11,740 કરોડથી વધીને રૂ.28,096 કરોડ થઇ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.