Abtak Media Google News

મોરબી રોડ, રામનાથપરા, શિવધારા સોસાયટી અને સહજાનંદ ઈન્ડસ્ટ્રીઝમાં દરોડા: ૮૨ હજારનો મુદામાલ કબ્જે

શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવા પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતેક આપેલી સુચનાના પગલે શહેરના ચાર સ્થળે જુગારના દરોડા પાડયા જેમાં કિશાન ગૌશાળા નજીક જાહેરમાં, શિવધારા સોસાયટીના મકાનમાં રામનાથપરામાં બરફના કારખાના પાસે અને મોરબી રોડ ગોપાલ પાનની દુકાન પાસે જુગટુ રમતા ૧૩ શખ્સોની ધરપકડ કરી રૂ. ૮૪ હજારના મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં રામનાથપરા શેરી નં.૧૮માં આવેલા બરફ કારખાના પાસે ભાડાના મકાનમાં રહેતો મુકેશ લક્ષ્મીદાસ કોટક નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની મળેલી બાતમીનાં આધારે દરોડો પાડી જુગાર રમતા મુકેશ લક્ષ્મીદાસ લુહાણા, રમેશનાગર આડેસરા, મોહન ભવાન રાઠોડ અને કિશોર દલસુખ પીઠડીયાની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ.૨૨૩૦૦ કબ્જે કર્યા હતા.

જયારે શિવધારા સોસાયટી શેરી નં. ૩માં આવેલા મકાનમાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે જુગારનો દરોડો પાડી જુગાર રમતા ગૌતમ વિનુ લંગળીયા રતીગીરી મોજગીરી ગોસાઈ અને કિશોર કારામુછડીયા સહિત ત્રણ શખ્સોના ધરપકડ કરી ૨૭૭૦૦ની રોકડ કબ્જે કરી હતી.

ત્રીજા દરોડો કિશાનગૌશાળા પાછળ સહજાનંદ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં જાહેરમાં જુગાર રમતા સંજય ગોરધન સરવૈયા, મહેન્દ્ર ધરમશી પટેલ, જેન્તી રાજા કોળી, હેમત માવજી ચૌહાણ, અને અવધીશ સંતોષ શર્માની ધરપકડ કરી રૂ. ૨૪૩૦૦ના મુદામાલ કબ્જે કર્યો હતો.

મોરબી રોડ પર આવેલી ગોપાલભાઈ પાનની કેબીન પાસે વરલી ફીચરના આકડા લેતો ભુપત ખેંગાર મકવાણા નામના શખ્સની ધરપકડ કરી મોબાઈલ અને રોકડ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.