પ્રથમ તબકકાના મતદાનમાં ‘અબતક’નું મહાકવરેજ

abtak special
abtak special

અબતક ચેનલ અને ડિજિટલ મીડિયા મેદાન મારી ગયું: રાજકીય પંડિતો સાથેથી વિસ્તૃત ચર્ચાઓ લોકોને જકડી રાખ્યા

૧૦,૦૦૦થી પણ વધુ લોકો સતત અબતકના ચૂંટણી અપડેટ સાથે જોડાયેલા રહ્યા હતા: લોકોએ લાઈક અને કમેન્ટ કરી અબતકની કામગીરીને વખાણી હતી

અબતક રીચ-૩૫,૦૦૦+

લાઈક- ૨૫૦૦ 

કમેન્ટ- ૮૦૦થી પણ વધુ

લોકશાહીના મહાપર્વની રજેરજની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે અબતક મીડિયા હાઉસની ટીમ શનિવારે વહેલી સવારથી જ ખડેપગે રહી હતી. મહાકવરેજ દરમિયાન સવારથી સાંજ સુધી ગામે ગામ થયેલા મતદાનની ટકાવારી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. અબતક ચેનલ તેમજ અબતક ડિજીટલ મીડિયા દ્વારા પળેપળના સમાચાર લાઈવ પહોંચાડવામાં આવ્યા હતા.

અબતક ચેનલના લાઈવ પ્રસારણમાં ગયા વર્ષે તેમજ આ વિધાનસભામાં મતદાનના આંકડાની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. રાજકીય પંડિતો સાથે મતદાનનું રૂખ જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

ગામે ગામથી એકઠી કરેલી માહિતી લોકો સમક્ષ રજુ કરવામાં આવી હતી. આ વિગતો એકઠી કરવા ‘અબતક’ની ટીમ ખડેપગે રહી હતી. દર્શકો તરફથી પણ અબતકના કવરેજને ભરપુર વખાણવામાં આવ્યું હતું.

પ્રથમ તબકકાના મતદાનની વિગતવાર અને સતત વિગતો આપવા અબતક ડિજીટલ મીડિયા દ્વારા ફેસબુક લાઈવ અને યુ-ટયુબ લાઈવ કરવામાં આવેલું હતું. જેમાં વિસ્તૃત સંખ્યામાં લોકો જોડાયા હતા.

લાઈવ પ્રસારણમાં અબતકના ઓનર સતિષકુમાર મહેતા અને વરીષ્ઠ પત્રકાર નિલેશભાઈ પંડયાએ દર્શકોને જકડી રાખ્યા હતા. ઉપરાંત રીપોટરમાં મારૂત ત્રિવેદી, મોનિલ અંબાસણા, ગૌરવરાજ ગોહિલ, ઉદિત પારેખ, માનસી સોઢા, શિતલ વેગડા, વિભૂતિ પંડયા, ખુશી રાજપુત, મેઘા છનિયારા તેમજ કેમેરામેનમાં પ્રવિણ પરમાર, રાજુ રાવલ, કેવિન નિમાવત, દિપેશ ગરોધરા, ગોપાલ ચૌહાણ, જુનેદ જાફાઈ, જયદિપ ત્રિવેદી તેમજ બેકઓફિસના જાગૃતિ પરમાર, તૃષા જન, કિરણ ડાભી, નમ્રતા જાડેજા, રાજુભાઈ ભટ્ટી, કિશન બગથરીયા, સાગર ગજ્જર, પાર્થ રાજપુરા, મહેક સવાણી સહિતના કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા.

આ ઉપરાંત અબતક ડિજીટલ મીડિયાના વિશાલ પંડયા, ભાવિક શાહ, સુનિલ પાટડીયા અને ગૌતમ ગોંડલિયા સહિતનાની ઉત્કૃષ્ઠ કામગીરી જોવા મળી હતી.

અબતક ડિજીટલ મીડીયા પર ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીનું લાઈવ કવરેજ યુ-ટયુબ તેમજ ફેસબુક પર સવારે ૮ વાગ્યાથી જ લાઈવ કવરેજ પ્રથમ તબકકાના મતદાનની પળેપળની વિગત અબતક ડિજીટલ મીડીયાના માધ્યમથી લોકો સુધી પહોચાડવામા આવી હતી.જેમાં ફેસબુક તેમજ યુ ટયુબ પર ૮ હજારથી પણ વધુ લોકો અબતકના ડિજીટલ મીડીયા સાથે જોડાઈ ગયા હતા.

લોકોને ચૂંટણીના અપડેટથી પરિચિત કરવા માટે અબતકના ડિજીટલ માધ્યમ દ્વારા સતત બનેલી ઘટનાઓ, કયાં કેટલુ મતદાન થયું છે તેની વિગતો બ્રેકીંગ તમજ સતત સવારે ૮ વાગ્યાથી મતદાનના સમય સુધી અબતક ચેનલ પર લાઈવ ડિબેટ દર્શાવવામાં આવી હતી જેથી કરીને લાકો ઈલેકશનની માહિતીથી અપડેટ રહી શકે.

અબતક ડિજીટલ મીડીયાને લોકોનો ખૂબજ સારો પ્રતિસાદ સાંપડયો છે. આ ઉપરાંત યુ ટયુબ પર પણ ૫ાંચ હજારથી પણ વધુ લોકો અબતકની સાથે જોડાયા હતા. આ ચૂંટણીના લાઈવ કવરેજને ગામેગામથી ખૂબ મોટો પ્રતિસાદ સાંપડયો હતો.

ખાસ કરીને રાજસ્થાનથી પણ ગુજરાતની ચૂંટણીનું કવરેજ નીહાળતા ‘શ્રી કિમન સોની’ કમેન્ટ કરતા કહે છે કે ‘અબતકનો કામ ઘો સારો લાગ્યો’

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જેનું જીવંત પ્રસારણ અબતક ચેનલ પર પ્રસારીત કરવામાં આવ્યું છે. ત્યારે લોકાનો સારો પ્રતિસાદ મળ્યો છે. અને પ્રથમ તબકકાની ચૂંટણીનું મતદાન અબતક ચેનલ પર બહોળી સંખ્યામાં લોકો લાઈવ નિહાળી રહ્યા છે.

Loading...