વલસાડ જિલ્લામાં શાળા પ્રવેશોત્સ વના પ્રથમ તબક્કામાં ૧૦૬૩ શાળાઓમાં ૨૭૬૭૦ બાળકોનું નામાંકન કરાયું

આંગણવાડીમાં ૪૨૩૭ બાળકોને પ્રવેશઃ ૧૮૮ શાળાઓમાં ટ્રાન્‍સપોર્ટેશન સુવિધાનો પ્રારંભ

દાતાઓ તરફથી રોકડ-વસ્‍તુ સ્‍વરૂપે રૂા. ૫૦.૫૫ લાખનું દાન મળ્‍યું

માહિતી બ્‍યુરો,વલસાડ-તા.૧૮: રાજય સરકાર દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તાર માટેના યોજાયેલા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવના પ્રથમ પ્રથમ તબક્કામાં વલસાડ જિલ્લામાં વિવિધ મહાનુભાવોના હસ્‍તે ૪૬૯ ગામોની ૧૦૬૩ શાળાઓમાં ધોરણ-૧ અને ૯માં ૧૩૯૬૧ કુમાર અને ૧૩૭૦૯ કન્‍યાઓ મળી કુલ ૨૭૬૭૦ બાળકોનું જ્‍યારે ૨૧૦૩ કુમાર અને ૨૧૩૪ કન્‍યા મળી ૪૨૩૭ ભૂલકાંઓને આંગણવાડીમાં નામાંકન કરાયું હતું. જેમાં ૧૭ કુમાર અને ૧૯ કન્‍યા મળી કુલ ૩૬ દિવ્‍યાંગ બાળકોનો સમાવેશ થાય છે.

ધોરણ-૧માં ૭૫૭૬ કુમાર અને ૭૮૧૧ કન્‍યા મળી કુલ ૧૫૩૮૭ જ્‍યારે ધોરણ ૯માં ૬૩૮૫ કુમાર અને ૫૮૯૮ કન્‍યા મળી ૧૨૨૮૩ બાળકોને પ્રવેશ કરાવ્‍યો હતો. આ પ્રસંગે દાતાઓ તરફથી રોકડમાં રૂા.૯,૪૫,૦૨૯/- અને વસ્‍તુ સ્‍વરૂપે અંદાજે રૂા.૪૧,૧૦,૧૬૧/- મળી કુલ રૂા.૫૦,૫૫,૧૯૦/-નું દાન મળ્‍યું હતું. જિલ્લાની ૧૮૮ શાળાઓમાં બાળકોને શાળાએ આવવા-જવા માટે ટ્રાન્‍સપોટેશનની સુવિધાનો પ્રારંભ પણ કરવામાં આવ્‍યો હતો.

Loading...