Abtak Media Google News

શ્રેયસ ઐયરની સદી એળે: ૩૪૭ રનનો પહાડી જુમલો પણ ટીમ ઈન્ડિયાને પરાજયી બચાવી ન શક્યો: ન્યુઝીલેન્ડને ૩ વન-ડેની સિરીઝમાં ૧-૦ની સરસાઈ

ન્યુઝીલેન્ડની ધરતી પર ટી-૨૦ શ્રેણીમાં કલીન સ્વીપ કરી ઈતિહાસ સર્જી દેનાર ટીમ ઈન્ડિયાનો વન-ડે શ્રેણીમાં કંગાળ પ્રારંભ થયો છે. બોલીંગમાં ભટકેલી ભારતીય ટીમનો આજે પ્રથમ વન-ડેમાં કારમો પરાજય થયો હતો. મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરની સદી એળે ગઈ હતી. ૩૪૭ રનનો પહાડી જુમલો પણ ભારતને પરાજયી બચાવી શકયો ન હતો. ૩ વન-ડેની શ્રેણીમાં ન્યુઝીલેન્ડે ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી છે.

આજે રમાયેલા પ્રમ વન-ડેમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્મા અને શિખર ધવનની ગેરહાજરીમાં આજે મયંક અગ્રવાલ અને પૃથ્વી શોની જોડીએ ભારતીય ટીમના બેટીંગનો આરંભ કર્યો હતો. સ્કોરબોર્ડ પર માત્ર ૫૪ રન નોંધાયા હતા. ત્યારે બન્ને ઓપનરો પેવેલીયન ભેગા થઈ ગયા હતા. જો કે, ત્યારબાદ સુકાની વિરાટ કોહલી અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરે બાજી સંભાળી હતી. ભારતની ત્રીજી વિકેટ ૧૫૬ રને વિરાટના રૂપમાં પડી હતી. કોહલીએ ૫૧ રન બનાવ્યા હતા. ત્રીજી વિકેટ માટે ઐયર અને કોહલી વચ્ચે ૧૦૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યારબાદ ઐયર અને રાહુલે તમામ કવી બોલરોની ધોલાઈ કરી હતી. આ દરમિયાન શ્રેયસે પોતાની વન-ડે કારકિર્દીની સદી ફટકારી હતી. તે ૧૦૩ રનના સ્કોરે આઉટ યો હતો. કે.એલ.રાહુલે માત્ર ૬૪ બોલમાં ૬ સીકસર અને ૩ ચોગ્ગાની મદદી ૮૮ રન ફટકાર્યા હતા. ભારતે ૪ વિકેટના ભોગે ૩૪૭ રન બનાવ્યા હતા. જો કે આ પહાડી જુમલો પણ ભારતને પરાજયી વંચિત રાખી શકયો ન હતો. ન્યુઝીલેન્ડના તમામ બેટ્સમેનોએ ભારતીય બોલરોની બરાબર ધોલાઈ કરી હતી. નિકોલસે ૭૮ રન ફટકાર્યા હતા. જ્યારે લામ ૭૦ રન બનાવ્યા હતા. રોસ ટ્રેલરે આક્રમક સદી ફટકારી ભારતીય ટીમના હામાં વિજયને આંચકી લીધો હતો. કુલદિપ યાદવ સૌથી ખર્ચાળ બોલર સાબીત થયો હતો. તેણે ૯ ઓવરમાં ૮૦ રન આપ્યા હતા. ટી-૨૦માં ન્યુઝીલેન્ડને વ્હાઈટ વોસ કરનાર ભારતીય ટીમ કંગાળ બોલીંગના કારણે પ્રમ વન-ડેમાં હાર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.