Abtak Media Google News

પવિત્ર રમઝાન માસ અંતિમ તબકકામાં છે. રમઝાન માસ દરમિયાન મુસ્લીમ બિરાદરોએ ઇબાલત અને ખેરાત કરી છે. આવતીકાલે હરણી રોજુ છે. જે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.

Habibbhai
Habibbhai

અબતક સાથેની વાતચીત દરમિયાનએ જણાવ્યું હતું કે આ રમઝાન મહીનો ચાલી રહ્યો છે અને રમઝાન મહીનો પૂર્ણ થવાની તૈયારીમાં છે. રમઝાન એક ફઝીલત વાળો મહીનો છે.  રમઝાનની અંદર રોઝા, ઇબાદત, ખાસ દાન કરવાનો મહીનો છે. યતિમોને જેટલું દેવાય એટલું ખેરાત કરતા હોય છીએ.

રમઝાન મહીનો કેવો એ બાબતે જન્નતમાં જવું હોય તો તેની સીડી માહે રમઝાન છે આ રમઝાન મુબારક મહીનાની અંદર ફરાન અને અબ્બાએ એટલો ફજિલત વાળો મહીનો ગણ્યો છે કે તમે એક ઇબાદત કરો તો સામે ૧૦ ગણો નેકીનો સ્વાદ મળે છે એટલે માટે રમઝાન મુબારક મહીનો બહુ જ મુસલમાનો માટે ફજલત વાળો મહીનો ગણાય છે. જે રીતે હિંદુ ભાઇઓમાં શ્રાવણ મહિનો પવિત્ર ગણાય છે.

1 47એવી જ રીતે હિંદુભાઇઓ આસ્થા અને શ્રઘ્ધાથી ઉ૫વાસ કરે છે એ જ રીતે મુસ્લિમોનો પણ આ જ રમઝાન મહિનો છે એ ૧૬ કલાકનો ૪૫ ડીગ્રી તાપમાનની અંદર નાના ભૂલકાઓ પણ આ માટે રમઝાન મુબારકમાં રોઝા રાખી અને અલ્લાહને ખુશ રાખે છે અલ્લાહને ખુશ રાખો એટલે ઇત્સાહ અલ્લાહને ખુશ રાખે છે. અલ્લાહને ખુશ રાખો એટલે ઇન્સાહ અલ્લાહ જન્નત જ મળે છે. તમારી સામે પાણી પડયા હોય પરંતુ દિલમાં ખોફ હોય અને રોઝાને રાખતા હોય અને સામે પડેલું પુણું પીતા નથી. તો અલ્લાહનો ડર હોય છે.

6 14 તમારા શરીરમાં પાણીની તરસ લાગે ત્યારે અલ્લાહને યાદ કરો છો. કે અલ્લાહ મારું રોઝું પુરુ અને સારી રીતે થાય અને છેલ્લુ રોઝુ જે હરણુ રોઝુ તરીકે મનાય છે આ દિવસે વર્ષોથી એવી વડવાઓથી કહેવત છે કે આ દિવસ હરણી પોતાના બચ્ચાને દૂધ નથી પાતી અને આસ્થાથી અને શ્રઘ્ધાથી હરણી પણ રોઝા રાખે છે અને જાનવરો પણ માહે રમઝાન મુબારકને મનાવે છે. અને સદીઓથી આ કહેવત કહેવામાં આવે છે

અને એટલે જ અંતે ‘હરણીના રોઝુ’નામ આપવામાં આવ્યું છે. જે રીતે શ્રાવણ મહિનાની અંદર પણ ઘણા ભાઇઓ આસ્થાથી રાખતા હોય છે.  એ જ રીતે રમઝાનમાં પણ જે હરણી રોઝુ ર૭મું રોઝુ છે તેમાં દરેક જગ્યાએ રોઝુ ખોલાવવામાં આવે છે. દરેક મસ્જીદોમાં અને ખાસ કરીને હજરત ગેબનશાપીરની દરગાહએ આ હરણી રોઝાનો ખાસ એક પ્રોગ્રામ રાખવામાં આવે છે અને તે દિવસે ત્યાં આસ્થાથી અને ઉમળકાભેર તમામ હિન્દુ ભાઇઓ-બહેનો અને બાળકો પણ આ રોઝુ રાખે છે અને આસ્થાથી તથા શ્રઘ્ધાથી હરણી રોઝુ રાખે છે.

Jail Ahmed Ahmad
Jail Ahmed Ahmad

અબતક સાથેની વાતચીત દરમિયાન જેમીલ અહેમદભાઇએ જણાવ્યું હતું કે, રમઝાન મહિનાની અહેમીયત એ છે કે રમઝાન એક ઉપવાસ છે. રોઝુ અને દરેક ધર્મમાં રોઝાની વિશેષતા છે. કોઇ ઉપવાસ તરીકે ગણે છે. આવી જ રીતે ઇસ્લામમાં પણ રોઝાની વિશેષતા છે અને કુરાનમાં કહ્યું છે કે રોઝામાં માણસ ૧પ કલાક ભુખ્યો તરસ્યો રહે, તેને ભુખ તરસનો અહેસાસ થાય જયારે પણ તેની સામે કોઇ ભુખ્યો આવે ત્યારે તેને ખબર પડી જાય કે, ભુખ્યાનું દર્દ શું છે. રોઝાથી પ્રેરાઇને માણસ ગરીબ વર્ગને મદદરુપ થવાની કોશીષ કરે છે અને તેમાં સબરનો પણ મહીમા છે. પાણી સામે છે પણ પીતો નથી. ખાવાનું સામે છે પણ ખાતો નથી.

અમારા સમાજમાં ઘણા નાના બચ્ચા પણ રોઝા રાખે છે.  તેને જો બપોરે કહેવામાં આવે કે તું જમી લે તારું રોઝુ પુરુ થયું તો તે નથી ખાતા અને સાંજ સુધી તે પુરુ કરે છે. તેનાથી સમાજમાં એક માહોલ ઉભો થાય છે. શબરનો, ધીરજનો અને ગરીબ વર્ગને મદદરુપ થવાની આ પ્રેરણા રમઝાનથી ઉભી થાય છે. તેમાં ત્રણ રીતે માણસ કુરબાની આપે છે.પહેલી કુરબાની છે તેના શરીરની ૧પ કલાક સુધી સતત ભુખ્યો અને પ્યાસો રહે છે.

8 6બીજા ભાગ છે તેના પાલનો અમારે રમઝાનમાં વધુને વધુ દાનપુર્ણ કરવામાં આવે છે. અને સમાજનો જે કમજોર વર્ગ છે અને તેમાં મુસ્લીમો તો આવે જ છે. માંગવાવાળા પરંતુ બીનમુસ્લીમો પણ ગમે તે ગરીબ હોય તે રમઝાન શીપમાં આવી ગયો પછી તેને ખાલી હાથે પાછો મોકલવામાં આવતો નથી ઘણા લોકો કરજ લઇને પણ આ મહીનામાં દાનપુર્ણ કરે છે.

ત્રીજુ છે સમયની કુરબાની એ માણસ નમાજમાં, કુરાન પઠનમાં સમયગાળે છે તે એના સમયની કુરબાની છે સાંજે માણસ રોઝુ ખોલે ત્યારે તેને આળસ આવે છે છતાં તે મસ્જિદમાં નમાજ પઢવા બે કલાક સુધી ઉભો રહે છે આ પ્રેરણા મળે છે તે રોઝાથી મળે છે રમઝાન મહીનો રહેવાથી ટ્રેનીંગ મળે છે માણસને કે ત્રીસ દિવસ કઇ રીતે ભુખ્યુ તરસ્યુ રહેવું, ગરીબવર્ગની નબળાઇ શું છે. આ બધામાં આપણે ભાગીદારી આપી ઇસ્લામ ધર્મમાં એ રોઝા રાખવામાં આવે છે. અમે દુખીયારાને મદદરૂપ થાય એ પ્રેરણા અમને રમઝાન શરીર આ મહીનાથી આપે છે.

Mahumad Aggar Hafsab
Mahumad Aggar Hafsab

અબતક સાથેની વાતચીત દરમિયાન મહુમદ અગરમ હાફીસાબ છે અને હું રાજકોટ સદરઝુમા મસ્જિદથી બોલું છું આ રમઝાન માસનો મહિનો ચાલી રહ્યો છે. લોકો પોતાની શકિત અને હેશીયત પ્રમાણે સવારે ૪.૦૦ વાગે લોકો તેમજ હોસ્ટેલના બચ્ચાઓ આવતા હોય છે તો તેમના માટે શહેરીનો ઇન્ત્તેઝામ પણ કરવામાં આવે છે. અમારા સદર વિસ્તારોમાં અને તેની સાથે મસ્જીદમાં રોજ જેટલા રોઝદારો હોઇ એમને પણ રોઝુ ખોલાવવાનું સરસ મજાનું ઇન્ત્તેઝામ પણ કરવામાં આવે છે. અહીં બધા ભેગા મળીને રોઝુ ખોલે છે.

ગરમીનો મૌસમ ચાલે છે અને પંદર કલાકનું રોઝુ હોય છે પણ કુદરત બધાને સબર આપી દે છે સવારના ૪.૩૦ થી સાંજના ૭ સુધી લોકો ખાવા-પીવાનું મૂકી દે  છે. પરંતુ એમને શ્રઘ્ધા અને શકિત એવી હોય છે કે તેમ જોવા બીજા દિવસે તેઓ પાણી અને ખોરાક વગર નથી રહી શકતા પરંતુ રમઝાનના દિવસ કુદરત તેમને શકિત આપી દે છે. અને માણસ પંદર કલાકનું રોઝુ કરી લે છે. અમારા રમઝાનમાં સત્તાવીશનું રોઝુ આવે છે. કે હિંદુ ભાઇઓ પણ શોખથી આ રોઝુ રાખે છે. હિંદુ-મુસ્લિમ સાથે મળીને એકબીજાને મુબારક પાઠવે છે. આ મહિનામાં લોકો પોતાની શકિત પ્રમાણે લોકોને મદદ કરે છે આ ઉ૫રાંત તેમને દાત આવે છે અને પેટ ભરીને જમવા પણ આપે છે.

Shama Armaan
Shama Armaan

અબતક સાથેની વાતચીત દરમિયાન શમા અરમાન એ જણાવ્યું હતું કે હું સવારે સર્ગી કરૂ છું અને હું રોઝા રવ છું પછી હું અહી મસ્જિદે કામ કરુ છું અને બધાને અહી કામ કરાવું છું મારે આજે પાંચમુ રોઝું છે હું સાંજે ૭.૩૨ એ રોઝુ ખોલું છું મસ્જિદે અને ઘરે પણ ખોલું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.