Abtak Media Google News

૧૮૪માંથી ૨૭ સ્પર્ધકોનો ફાઇનલમાં પ્રવેશ: મેલ કેટેગરીમાં હરેશ સોજીત્રા, ફિમેલમાં સોહિની સંજીત અને ચાઇલ્ડમાં ખુશી બદીયાણી પ્રથમ

સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ, સુરક્ષા સેતુ સોસાયટી, ફુલછાબ તેમજ યુનિવર્સિટી અંગ્રેજી ભવનના સંયુકત ઉપક્રમે કરાઓકે સિંગિગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૮૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમજ તેના બે ઓડિશન રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. જેમાં ૧૮૪ સ્પર્ધકોમાંથી ૭૪ સ્પર્ધકોને સિલેકટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સિલેકટ થયેલા સ્પર્ધકો માટે સેમીફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૪ સ્પર્ધકોમાંથી ર૭ સ્પર્ધકોને સિલેકટ કરવામાં આવ્યા હતા.

1 19ત્યારબાદ સિલેકટ થયેલા ર૭ સ્પર્ધકો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવન ખાતે ફાઇનલ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધકોએ ખુબ જ સારુ પરફોર્મન્સ  આપ્યું હતું. તેમાંથી ત્રણ મેઇલ, ત્રણ ફિમેઇલ અને ત્રણ બાળકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. તેમજ વિજેતાઓને શિલ્ડ અને ગિફટસ પણ આપવામાં આવ્યા હતા. અને સાથે સાથે સિઝન્સ સ્કવેર કલબની ફ્રી મેમ્બરશીપ પણ આપવામાં આવી હતી.

તેમજ આ કાર્યક્રમમાં પો. કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, હાસ્ય કલાકાર જય તેમજ ઘણાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા. તેમજ તેઓના હસ્તે સિઝન્ટ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટના મેમ્બર્સનું પણ શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમજ હાસ્ય કલાકાર જયએ પોતાના હાસ્યના કલાકાર જયએ પોતાના હાસ્યના ડાયરા સાથે લોકોને ખુબ આનંદ કરાવ્યો હતો.

સિઝન્સ સ્કવેર દ્વારા સતત ત્રીજા વર્ષે આયોજન: ચેરમેન અજય જોષી

Vlcsnap 2018 06 05 09H34M15S205સિઝન્સ સ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અજયભાઇ જોષીએ જણાવ્યું કે, સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટસ્રટ દ્વારા સતત ત્રીજા વર્ષે કરાઓકે કોમ્પીટીશનના ફાઇનલ રાઉન્ડનું આયોજન થયું. જેમાં આ વખતે અમને સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી અંગ્રેજી ભવન, સુરક્ષા સેતુ સોસાયટી અને ખાસ કરીને અબતક મીડીયા અને ફુલછાબનો ખુબ સરસ સહયોગ મળ્યો છે. સાથે સાથે આ સ્પર્ધામાં ૧૮૦ થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સેમીફાઇનલમાં ૭૪ અને ફાઇનલ માટે ર૭ સિલેકટ થયા અને ર૭ માંથી કુલ ૯ લોકો સિલેકટ થયા છે તે લોકો ખુબ આનંદ અનુભવે છે. કે એ લોકોને જે પ્લેટફોર્મ મળ્યું ખાસ તો દિવ, પોરબંદર, કેશોદ, રાણાવાવ વગેરે દુર દુરથી સ્પર્ધકો આવતા હતા અને એ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને રાજકોટની જનતાએ પણ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો અને સિઝન્ટ સ્કેવરના કાર્યકરોએ પણ ખુબ સરસ રીતે કામ કર્યુ હતું.

સ્પર્ધકોની ગાયન કલાને મળ્યું  પ્રોત્સાહન: ગહેલોત

Vlcsnap 2018 06 05 09H27M08S8રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે સિઝન્સ સ્કવેર કલબ તેમજ ફુલછાબના ઉપક્રમે જે સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તે સૌરાષ્ટ્ર માટે ગૌરવ છે. અને ખુબ મોટી માત્રામાં સંગીત પ્રેમીઓએ લાભ લીધો છે. આ વખતે ર૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અને ર૭ સ્પર્ધકોએ ખુબ સારી કવોલીટી સાથે ફાઇનલમાં પરફોર્મન્સ કર્યુ છે. અને સૌરાષ્ટ્રમાંથી લોકો આવ્યા છે. અને જે લોકો એ સ્પર્ધામાં ભાગ લીધો તેને હું શુભેચ્છા પાઠવું છું. અને ભલે વિનર બધા ન બની શકે પરંતુ જે લોકોએ સ્પર્ધામાં ભાગ લીધો તે બધાની કળા સામે આવી અને પ્રોત્સાહન મળ્યું છે. હું સિઝન્સ સ્કવેર કલબ અને ફુલછાબને ખુબ અભિનંદન પાઠવું છું અને આપણા  સંગીત પ્રેમીઓ માટે ખુબ સરસ પ્લેટફોર્મ મળ્યું છે.

સ્પર્ધકોને મળ્યું પ્લેટફોર્મ: પ્રો. ડોડીયા

2 14અંગ્રેજી ભવનના હેડ પ્રો. જયદિપસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, સ્વકેર ચેરીટેબલ ટ્રસ્ટ અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી અમારા અંગ્રેજી ભવનના સેમીનાર હોલમાં જે કરાઆકે સ્પર્ધા યોજાઇ તે ખરેખર ખુબ સારી વાત છે અને આખા સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓમાંથી સ્પર્ધકો આવ્યા અને ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જજીએ પણ ખુબ જ કાળજીપૂર્વક નિર્ણય લીધો છે. ખાસ તો યુવા પેઢી અને જે ઉગતા કલાકારો છે તેનું ટેલેન્ટ ડેવલોપ થાય તે માટે સિઝન્ટ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટનું ખુબ જ મોટું યોગદાન છે. આવા કાર્યક્રમો સતત થતાં રહે તે અમારી યુનિવર્સિટી પણ પુરતો સહયોગ આપશે. અને અમારું કામ પણ વિઘાર્થીઓના ટેલેન્ટને ડેવલોપ કરવાનું છે.

સ્પર્ધકોનું પરર્ફોમન્સ એકસ્ટ્રા ઓર્ડીનરી: જજ ગેલાણી

3 12જજ પરિમલ ગેલાણીએ જણાવ્યું કે હું ત્રણ વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું અને આ ત્રીજું વર્ષ છે. પણ આ વર્ષ જે લોકો કરાઓકેમાં ગાવા માટે આવ્યા હતા તે વધારે તૈયાર થઇને આવ્યા હતા. એટલે સ્પર્ધા ખુબ જ મુશ્કેલ હતી. પહેલા અમારે ૧૭૦ માંથી ૭૦ જેટલા જ સિલેકટ કરવાના હતા, પછી તેમાંથી ર૭ અને આજે કુલ ૯ સિલેકટ કરવાના હતા. અને જે સેમીફાઇનલમાં ખુબ સારુ ગાયું હતું અને અમને એમ હતું કે આમાંથી જ નંબર આવશે, પરંતુ આજે પરફોર્મન્સમાં એકસ્ટ્રા ઓર્ડિનરી કર્યુ અને જે લોકોનો નંબર આવ્યો તે લોકો ટોપ પરફોમન્સમાં હતા.

મારી મહેનતનું ફળ આજે મળ્યું: હરેશ સોજીત્રા

Vlcsnap 2018 06 05 09H33M19S149

મેઇલ કેટેગરીનાં વીનર સોજીત્રા હરેશે જણાવ્યું કે હું સ્પર્ધામાં પ્રથમ નંબરે આવ્યો છું. આજે મને ખુબ જ સારું લાગે છે આજે મને મારી મહેનતનું ફળ મળ્યું છે. હું કુમાર સાનું ના જ ગીત ગાવ છું અને એમને જ હું ભવિષ્યાં આત્મસાર્થ કરીશ.

વિજયનો શ્રેય પિતાને આપીશ: સોહિની સંજાત

Vlcsnap 2018 06 05 09H33M27S245ફિમેલ કેટરીના વિનર સંજાત સોહિની એ જણાવ્યું હતું કે મારો પ્રથમ નંબર આવ્યો છે. અને ખુબ સારો અનુભવ થયો અને નંબર આવ્યો તે એક ધાર્યા બહારની વસ્તુ હતી પણ ખુબ મજા આવી અને હું છેલ્લા ત્રણ અઠવાડીયામાંથી ખુબ મહેનત કરતી હતી અને હું મારા પિતાને  ક્રેડિટ આપીશ. મારે ભવિષ્યમાં સિંગર જ બનવું છે.

પ્રોફેશનલ સિંગર બનવાનું સ્વપ્ન: ખુશી બદિયાણી

Vlcsnap 2018 06 05 09H33M52S223

ચાઇલ્ડ વિનર ખુશી બદિયાણીએ જણાવ્યું કે, હું પ્રથમ નંબરે આવી છું અને શરુઆતમાં જયારે રિઝલ્ટ જાહેર કરવાનું હતું ત્યારે જર્જે કહ્યું હતું કે સાવ અણધાર્યુ રિઝલ્ટ આવ્યું છે. ત્યારે ખુબ ડર લાગ્યો હતો પરંતુ જયારે મારુ નામ આવ્યું ત્યારે મને જે ખુશી થઇ છે કે મારી પાસે શબ્દ નથી અને આના માટે હું મારા પેરેન્ટસ અને મારા કોચ વિજયભાઇ રાણીંગાને આપીશ અને ભવિષ્યમાં હું પ્રોફેશનલ સિંગર બનીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.