કોરોના વાયરસ કોવીડ-૧૯સામેના યુદ્ધમાં ઈડર પોલીસે સાબીત કર્યુ કે પોલીસ પ્રજાનો મિત્ર છે

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય મંડલિક સાહેબ ની સૂચના મુજબ તેમજ ના.પો.અધીક્ષક શ્રી ડી.એમ.ચૌહાણ સાહેબ તેમજ ઈડર પી.આઈ વાઘેલા સાહેબ ઇડર નાઓનાં માર્ગદર્શન મુજબ ઇડર પોલીસ દ્વારા ઇડર ટાઉન મા આવેલા વૃદ્ધ વિધવા મહિલાઓ (માતાઓ) કે જેમને આગળ પાછળ કોઈ જ નથી.

તેઓ ને ઇડર પોલીસ પરિવાર ના સભ્ય બનાવી તેઓ ની તમામ પ્રકાર ની જવાબદારી સંભાળી હાલ મા પરમાર વાસ ના એક બા ના ઘરે તેમના ઘરે મુલાકાત કરી વાયરીંગ કરાવી ઘર મા લાઈટ લગવડાવી તેમજ એક ટેબલ ફેન પોલીસ તરફ થી લાવી આપવામાં આવેલ અને બીજા બે ભોઈ વાસ ના માજીઓ ના ઘરે રાશન નો સીધો સામાન આપેલ છે.

ભવિષ્યમાં પણ ઉપરોક્ત ત્રણેય વડીલો ની કાળજી લેવાની ઇડર પોલીસે જવાબદારી સંભાળી એક માનવતા ભર્યું કાર્ય કરેલ છે.

Loading...