Abtak Media Google News

જમીનમાંથી માટી ભરવા મામલે તેમજ જુની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો

મોરબી : મોરબીના પંચાસર ગામે સોમવારે બપોરે સરાજાહેર ફાયરિંગની ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું અને બેને ગંભીર ઇજા પહોચી હતી. આ પ્રકરણમાં મોડી રાત્રે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને પંચાસરના ભાજપ અગ્રણી સહિત છ સામે પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીક આવેલ પંચાસર ગામે  સોમવારે બપોરે જમીનમાંથી માટી ભરવા મામલે થયેલી તકરારમાં ફરિયાદી પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલા ઉ.૨૯ સહિતના લોકો પંચાસરમાં પોતાના મકાનની છત ભરાતી હોય ત્યાં બેઠા હતા ત્યારે  જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલા, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, સહદેવસિંહ લાલુભા ઝાલા, હિતુભા લાલુભા ઝાલા, અને અરવિંદસિંહ નટુભા ઝાલા સહિતના ઈસમોએ ૩ પિસ્તોલ અને ૩ બાર બોરની બંદૂકો સાથે ધસી જઇ હવામાં ફાયરિંગ કર્યા હતા અને બાદમાં આડેધડ ફાયરિંગ કરતા સહદેવસિંહ તેજુભા ઝાલા ઉ. ૪૮ નું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની રસિકબા ઝાલા અને પ્રદીપસિંહ ખુમાનસિંહ ઝાલાને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ ગંભીર ઘટનાની જાણ થતાં જ મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો પંચાસર ખાતે દોડી ગયો હતો અને પંચાસરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધી હતો.બીજી તરફ મોરબી પોલીસની એક ટીમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ અને  રાજકોટ સારવાર મેળવી રહેલ પરાક્રમસિંહ પાસે દોડી આવી હતી અને પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલાની ફરિયાદના આધારે આરોપી એવા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલા, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, સહદેવસિંહ લાલુભા ઝાલા, હિતુભા લાલુભા ઝાલા, અને અરવિંદસિંહ નટુભા ઝાલા વિરુદ્ધ આઇપીસી કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૭,૩૦૨ -૩૪ આર્મ્સ એક્ટ ૨૫ (૧ – બી ) એ ૨૭ (૨) અને જી.પી.એક્ટ – ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પંચાસર ફાયરીંગ પ્રકરણમાં લાશ સ્વીકારવા પરિવારજનોનો ઇન્કાર

જયા સુધી મુખ્ય કાવતરા ખોર વિરુઘ્ધ ગુન્હો ન નોંધાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારાય

મોરબીના પંચાસર ગામે ફાયરીગની ઘટનામાં મુખ્ય કાવતરા ખોર નાથુભા પ્રભાતસિંહ ઝાલા સામે પોલીસ ફરીયાદ નહીં નોંધાઇ ત્યાં સુધી મૃતકના પરીવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.