Abtak Media Google News

જળ પરિવહનને વેગ આપતા અતિમહત્વના પ્રોજેકટ સાગરમાલાને સફળ કરવા તરફ સરકારનું અહમ પગલું!

૨૦૧૯માં વિકાસનો ઘોડો દોડાવશે ભાજપ

૨૦૧૯ની લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે મોદી સરકાર અયોઘ્યાનો નહિ પરંતુ વિકાસનો ઘોડો દોડાવશે. આફતને અવસરમાં ફેરવી દેતા માહિર મોદીએ આંતર નદીઓ જોડી વિકાસનો રાહ કંડારશે, ભારતનો જે દરિયાઇ કિનારા તે સૌરાષ્ટ્રને પણ લાગુ પડે છે.

હાલ અત્યારે આપણે મુખ્ય પરીવહન તરીકે રોડને માની છીએ, જે ખુબ જ ખર્ચાળ રૂપ છે. અટલ બિહારી બાજપઇએ પણ આ સપનું જોયું હતું. જેમાં તેઓએ ૨૦૦૪ માં સાગરમાલાની જેમ તમામ નદીઓને જોડવાનું સ્વપ્ન જોયું હતું. જે સપનું મોદીએ સાકાર કર્યુ. સાગર માલા યોજનાથી પ્રદુષણમાં ઘટાડો: સાથો-સાથ કોસ્ટમાં ઘટાડો થશ જશે હાલની સ્થિતિની વાત કરીઇ તો ૮૫ ટકા માલનું પરીવહન રોડથી થાઇ છે જે ખુબ જ ખર્ચાળ છે.

૨૦૧૯માં વિકાસનો મુદ્દો બનાવવી મોદી સરકાર કોંગ્રેસને જાટકશે અને કહેશે કે તેમના શાસનમાં કેમ આ કાર્ય ન થયું. વારાણસીની ૨૦૧૯ની સામાન્ય ચુંટણી પહેલા વડાપ્રધાન સાગર માલા યોજનાને લોંન્ચ કરી લોકોને મંત્રામુગ્ધ કર્યા હતા. તેઓએ વારાણસીમાં ઘણા પ્રોજેકટોને લોન્ચ કર્યા હતા.

તેઓ દ્વારા ૨૪૧૩ કરોડ રૂપીયાની યોજનાનું ઉદધાટન કરતા તેઓએ જણાવ્યું હતું. કા તીર્થયાત્રી શહેર પ્રકૃતિ, સંસ્કૃતિ અને સાહસનો સંગમને સાક્ષી કરશે, અને લોકોએ વારાણસીના નવા ચહેરાને સાચવવા અપીલ પણ કરી હતી. અગાઉની સરકારો, પરના આક્રમક હુમલામાં મોદીએ કહ્યું હતું કે, આજે એક ઐતિહાસિક દિવસ છે. વારાણસીનો વિકાસ વર્ષો પહેલા થયો હોત પણ તે થયો નથી તે પણ વાસ્તવિકતા છે, ત્યારે કોગ્રેસ સરકાર કયા ગઇ હતી.

પ્રધાનમંત્રીએ દાવા કર્યો હતો કે, જયારે તેમણે શરુઆતમાં ગંગા નદી પર મલ્ટિ – મોડલ ટર્મિનલ શરુ કરવા વિશે વાત કરી હતી, ત્યારે લોકો મજાક અને નકારાત્મક વાટાધાટોમાં જોડાયા હતા. પરંતુ હવે આ પ્રોજેકટ નવા ભારતની નવી દ્રષ્ટિને ઉજાગર કરવા ઉદાહરણ રૂપ સાબીત થશે.

ગંગા નદી પર મલ્ટી-મોડલ ટર્મીનલનો ઉલ્લંખ કરતા મોદીએ કહ્યું હતું કે, આગામી પેઢી પરિવહન ક્ષેત્રે દરિયાઇ પરિવર્તનમાં સાક્ષી બનશે. હવે દેશ ફકત વિકાસની રાજનીતી ઇચ્છે છે. લોકો મતદાન બેંકની રાજકારણ પર નહિ, વિકાસનાં આધારે તેમના નિર્ણયો લ્યે છે.

તેમની સરકારની સિઘ્ધીઓનું વર્ણન કરતા તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર સ્વચ્છ વસ્તુઓ અને આરોગ્ય જેવા સામાન્ય લોકોને અસર કરતા નાની ચીજો તરફ ઘ્યાન આપે છે. અને સરકાર આ મુદ્દે ગંભીરતાપૂર્વક કામ પણ કરી રહી છે.ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા ૨૦૧૪ પહેલા જે ૪૦ ટકાથી નીચે હતી, તે હવે ૯૫ ટકાથી વધુ છે. જે એક ગર્વની વાત છે.

આયુષ્યમાન ભારતની યોજનાઓ ગરીબો માટે તબીબી સારવારની ખાતરી આપી છે. તેના લોન્ચમાં ૪૦ દિવસમાં બે લાખથી વધુ લોકોએ તેનો લાભ લીધો હતો. જયારે નમામી ગંગે નવા તબકકામાં છે. તેના માટેના રૂપીયા ગંગામાં વહાવી દેવામાં નથી આવ્યા પરંતુ ગંગા નદીને ચોખ્ખી કરવામાં વાપરવામાં આવ્યા છે.

પરંતુ કોંગ્રેસ સરકાર દરમિયાન ગંગા સફાઇના નામ પર કરોડો રૂપીયા ફેંકી દેવાયા હતા. તેમ મોદીએ જણાવ્યું હતું. તેમણે તેમના લોકસભા મત વિસ્તારમાં કુલ ૩૪ કિલોમીટરની લંબાઇ અને ૧ લાખ ૫૭ હજાર કરોડનીની કિંમતની બે મહત્વપૂર્ણ યોજનાનું પણ લોકાર્પણો કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.