સાંજે વિદ્યાર્થી કાર્નિવલમાં ૮૦ મુક-બધિર બાળકો દેશભકિત ગીતો ગાઈ રેકોર્ડ બનાવશે

83

સૌરાષ્ટ્ર કક્ષાના ઉમંગ ઉત્સવ કાર્યક્રમમાં સંસ્થાની બાળાઓએ દ્વિતિય રેન્ક મેળવ્યો

રાજકોટના આંગણે ગુજરાત સરકાર તથા રાજયકક્ષાની પ્રજાસતાક દિનની ઉજવણી ખૂબજ ભવ્ય રીતે દેશભકિતના રંગારંગ કાર્યક્રમો દ્વારા થનાર છે. રાજકોટ જિલ્લા કલેકટર રૈમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજકોટમાં જુદા જુદા કાર્યક્રમો યોજાનાર છે. દેશભકિતના તથા રાષ્ટ્રપ્રેમના આ વિવિધ કાર્યક્રમોમાં રાજકોટ વિરાણી બહેરા મુંગા શાળાના મૂક બધિર બાળકો પણ પોતાનો સહયોગ આપનાર છે.

હેમુગઢવી નાટયગૃહ ખાતે સંસ્થાના દિવ્યાંગ બાળકોએ પ્રાદેશિક કક્ષાના ઉમંગ ઉત્સવ કાર્યક્રમમાં બે કૃતી રજૂ કરી હતી.

માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે આજે સાંજે ૬ વાગ્યે દેશભકિત ગીતોનાં કાર્યક્રમમાં સંસ્થાના ૫૦ બાળકો સાઈન લેંગ્વેજથી દેશભકિત ગીતો રજૂ કરશે. આજરોજ છ શા વિરાણી બહેરા મુંગા શાળા નાના (ઉંમર વર્ષ ૭ થી ૧૨) મુક બધીર બાળકોએ સૌરાષ્ટ કક્ષાનો ઉમગ ઉત્સવમાં ભાગ લીધો હતો આ બાળાઓએ સૌ પ્રથમવાર સ્ટેજનો સામનો કર્યો હતો મને જણાવતા ખૂબ જ આનંદની વાત છે કે બાળાઓએ આ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને વિજેતા બની હતી આ બાળકોને ડાન્સ કૃતિ તૈયાર કરાવવામાં ડાન્સ ટીચર હસીલ ટાંક ક્રિષ્નાબેન મોજીદ્રા દિપ્તીબેન ચંદારાણા જહેમત ઉઠાવી હતી.

આજે સાંજે ૨૬ જાન્યુઆરી અંતર્ગત રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ ૨૦૨૦ નું આયોજન કરેલું છે અંદાજિત ૨૦,૦૦૦ બાળકો એક સાથે દેશભક્તિના ગીતો ગાઈ વિક્રમ સર્જવા જઈ રહ્યા છે આ માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધણી કરવામાં આવી છે આ પ્રોગ્રામમાં આપણી શાળામાં ૮૦ મુક બધિર બાળકો ભાગ લેવાના છે આ પ્રોગ્રામને પાર કરવામાં આપણી શાળાના શિક્ષક બહેનો રીટાબેન દવે વર્ષાબેન રાખસીયા હિનાબેન પડ્યા અને ક્રિષ્નાબેન મોજીદ્વા જહેમત ઉઠાવી છે

Loading...