Abtak Media Google News

સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ સહિતના વાઘા ગ્રહણ કરશે

પ્રમુખની વરણીને લઇને થયેલો વિવાદ ડામવા પ્રદેશ પ્રમુખ મેદાને, ૩ દિવસમાં સ્થાનિક નેતાઓની બેઠક બોલાવી નિર્ણય કરાશે

સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ નો વિવાદ હાલમાં ચરમસીમાએ પહોંચી જવા પામ્યો છે ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ગિરિરાજસિંહ ની વરણી કરવામાં આવી છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના કાર્યકરોમાં મહદંશે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કોઈ પણ જાતની તશક્ષભય લીધા વગર કે બેઠક યોજ્યા વગર સુરેન્દ્રનગર શહેર પ્રમુખની જાહેરાત હાઈ કમાન્ડ દ્વારા કરી દેવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના ૨૦૦ જેટલા કાર્યકરોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના ૨૦૦ કોંગ્રેસી કાર્યકરો બે દિવસ પહેલા રાજીવ ગાંધી ભવન ખાતે અમિત ચાવડા સાથે બેઠક કરવા પહોંચ્યા હતા અને અમિત ચાવડા સાથે બેઠક પણ ૨૦૦ સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસી કાર્યકરો દ્વારા યોજવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ધોરીયા ચેતનભાઇ ખાચર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનુભાઈ પટેલ કમલેશભાઈ કોટેચા સહિતના ૨૦૦ કોંગ્રેસી કાર્યકરો અમિત ચાવડાની મુલાકાતે પહોંચ્યા હતા.

જેને લઇને ૨૦૦ કોંગ્રેસી કાર્યકરો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં જે શહેર પ્રમુખની વરણી કરવામાં આવી છે જેને લઇને રોષ ઠાલવવામાં આવ્યો હતો અને કોઈપણ જાતની સેન્સ લીધા વગર અને કોઈપણ જાતની બેઠક યોજ્યા વગર સીધા જ સુરેન્દ્રનગર શહેર પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવતા ૨૦૦ કાર્યકરોમાં રોષ નો માહોલ જોવા મળ્યો હતો અને ૨૦૦ જેટલા કોંગ્રેસી કાર્યકરો અમિત ચાવડા ની મુલાકાતે પહોંચ્યા હતા.

ત્યારે આજે વહેલી સવારે કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસમાં સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મહત્ત્વની બેઠક યોજાશે તે બેઠકોમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે અને ત્યાર બાદ યોગ્ય શહેર પ્રમુખની હાઈ કમાન્ડ દ્વારા નિમણૂક કરવામાં આવશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે આગામી ત્રણ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ફરી ગરમાવા આવવાની શક્યતાઓ પૂર્ણ હાલમાં વર્તાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.