Abtak Media Google News

પરિણામો સુધી સઘળું શાંત અને પવિત્ર રહ્યું હોત તો શોભા વધત !

લોકસભાની ચૂંટણી અંગેના જાહેર પ્રચારના પડઘમ શાંત થવાને ટાંકણે એમ કહેવું પડે છે કે, આ વખતના ચૂંટણી પ્રચારનાં વિકૃત સ્વરરૂપે આ વખતની ચૂંટણીને બેશક કલંકિત કરી છે અને સઘળુઁ શાંત તેમજ પવિત્ર રહી શકયું હોત તો એની શોભા તથા ગરવાઇ જળવાઇ રહેત! પુન: એકવાર ભારપૂર્વક કહેવું પડે છે કે આ ચૂંટણીનાં પરિણામો અને નવી સંસદના આરંભ સુધી જો ચૂંટણીની પવિત્રતા જળવાઇ રહે તો પ્રભુનો પાડ ! આપણા દેશની સામે મોટા મસ્સ પડકારો છે એ નિર્વિવાદ છે.નેતાની પસંદગીમાં ભૂલ ખાવી અને પ્રધાનમંડળની પસંદગીમાં ભૂલ ખાવી એ કોઇ દેશને પોસાય નહિ એ નિવિવાદ છે.

ચાણકયે એમ પણ કહ્યું છે કે, જે દેશનું જાસુસી તંત્ર સંગીન ન હોય અને દેશ માટે ફના થવાનું શુરાતન ધરાવતું ન હોય તે દેશનું પતન થઇ શકે છે. શત્રુઓને ભોંયમાં ભંડારી દેવાનો ઉપાય એની નબળાઇઓનો તાગ કાઢી લેવો તે છે, અને આપણી નબળાઇનો અણસાર શત્રુને ન આવવા દેવો તે છે. એને માટે ક્ષિતિજજી પેલી પાર જવાની શકિત અને સાહસિકતા પ્રાપ્ત કરી લેવા જ પડે અને સૂર્યની ઉર્જાનો દેશના ખૂણેખૂણે અહર્નિશ અભિષેક થવો જોઇએ.

હવે કોઇ કપૂત આ દેશમાં ન જોઇએ.. કોઇ અકર્મી ન જોઇએ.કોઇ કપટી ન જોઇએ. રાષ્ટ્રને લૂંટે એવા એકેય સંસદસભ્ય ન જોઇએ. સ્વાર્થ ઘેલા રાજનેતા ને નિષ્ઠૂર રાજકારણી ન જોઇએ. ક્રૂર તબીબ, ભ્રષ્ટ અને વ્યાપારી વિદ્યાપતિ  કે નયો કીર્તિ ભૂખ્યો કેળવણીકાર ન જોઇએ… ગરીબી દૂર ન કરી શકે એવી રાજસત્તા પર ન જોઇએ. ને એવી ધર્મસત્તા પણ ન જોઇએ.

દેશની માનવસંપતિને સમૃઘ્ધિમાં પરિવર્તિત કરવાની ખેવના તથા આવડત ન હોય એવા અર્ધકારણી ન જોઇએ અને પ્રજાને ભરમાવીને એનો હીનતાભર્યો લાભ લે તેવા ભગતડાંઓ ન જોઇએ..હવે દેશને મતલક્ષી ચુંટણીલક્ષી રાજકારણ ન જોઇએ… જુના અને જુઠા રાજનેતાઓ ન જોઇએ.. પશ્ર્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ ન જોઇએ…નબળાઇઓમાંથી પાર ઉતરવાનું આપણે તપ કરીએ.શત્રુને એના અણસાર ન આવવા દેવાની આવડત કેળવીએ.નિષ્કપટ થઇએ, નિષ્પાપ થઇએ. નિ:સ્પૃહી થઇએ, નિરાહંકારી થઇએ એ જ ભણીએ ફરી ફરીને ભણીએ… હવે આપણું ભણતર એ જ … સુરજની સાખે, ને માભોમના વયને !

ગાંધીજીએ કહેલું કે જે સ્વાતંત્ર માનવમાત્રનું એટલે કે આખા વિશ્ર્વનું કલ્યાણ કરનારુ નહિ હોય તેને સ્વાતંત્ર્ય નહિ કહેવાય. તે લોકશાહી પણ નથી. દેશનો કોઇપણ નાગરીક કોઇની દયા ઉ૫ર જીવેનહિ કોઇને સેવા લેવાનો એને વખત ન આવે કોઇના દાન પર એને જીવવું ન પડે કોઇપણ પાયના સુખ-સગવડો પ્રાપ્ત કરવાના એને હકક તથા તક મળે અને પોતાના પગ ઉપર ઊભા રહેવાની ઘડી પ્રાપ્ત થાય. એવો લોકશાહીનો અર્થ છે અને તમામ ધર્મોનો મત છે.

પ્રજારાજમાં વડાપ્રધાન એમનું ધાર્યુ કરે અને એમની મરજી મુજબ જ વર્તે તે ન ચાલે મુખ્યમંત્રી ધંધા-રોજગારનાં લાયસન્સ અને વ્યાપાર ઉઘોગની જાહોજલાલી બક્ષતા પરવાના તેમના દીકરા-દીકરી અને જમાઇઓને જ અપાવે તે ન ચાલે, શ્રીમંતો નાણાના જોરે તેમના સંતાનોને શિક્ષણ સહિત કોઇપણ ક્ષેત્રે મોખરાના પદો પર રાખે તે ન ચાલે… ઇશ્વર સર્જેલો મનુષ્ય એક સરખો હોવો જ જોઇએ. જો એમ ન હોય તો ન ચાલે…

કમનશીબે આજે દેશના સુરાજયનાં આદર્શો તથા સિંઘ્ધાતો લુપ્ત થાય છે. રાજનેતાઓ, અધિકારીઓ, ધનપતિઓ તથા રાજકારણી માથાભારે લોકોનાં પુત્રો-પૌત્રો તેમજ પારિવારિક યુવા-યુવતિઓ શાસનમાં, વહીવટમાં, સામાજીક લેતીદેતીઓમાં અન સાંસ્કૃતિક કે સંસ્કારને સાંકળતી

રીતભાતોમાં ઉઘાડો દ્રોહ કરે, ધનપતિ થવા કે કોલર ઊંચા રાખીને આખા સમાજને બગાડવાની ચેષ્ટા કરે એ બધું પણ ખરાબમાં ખરાબ પ્રકારની રંજાડ છે.આપણા દેશની એકતા છિન્નભિન્ન થવાને આરે પહોંચી છે એ વાત અને આપણી શકિત બેસુમાર વેડફાવા છતાં આપણી આંખ ઊઘડતી નથી એ વાત શત્રુઓએ અને ત્રાસવાદી પરિબળોએ જાણી લીધી એમ કહેયું જ પડે તેમ છે….

અનીતિનું ધન ઝાઝું ટકતું નથ. અને તે વ્યાજ સાથે જતું રહે છે એ શાશ્વત સત્ય આપણા કેટલાક નેતાઓ સમજી શકતા જ નથી.કેગ અને સીબીઆઇ  અનીતિના ધન, અનીતિની સંપત્તિ અને અનીતિના વ્યવહારોના ઢગલે ઢગલા ખુલ્લા કરે છે પરંતુ કોઇને દેશની આબરુની ખેવના નથી.

આપણી પાસે વિશ્ર્વ સ્તરની યુનિવર્સિટીઓ નથી અને આપણી કેટલીક ડિગ્રીઓની ખાસ કરી કિંમત નથી એ વાત તથા હજારો ભારતીયો ભણતર માટે વિદેશી જાય છે એ વાત આખરે તો આપણા દેશની નબળાઇઓ  આજના ભારતની સૌથી મોટી સમસ્યા એ છે કે આપણા રાજકારણીઓ ધનને જ પરમેશ્વર માનવ લાગ્યા છે. ધનને જ પરમેશ્ર્વર માનવા લાગ્યા છે. ઉઘોગપતિઓ વિઘ્વાનો અને કથાકારો પણ ધનને પરમમેશ્વર ગણે છે. કેળવણી સંસ્થાઓ દેવત વગની બની છે. અને ધનિકોની સંસ્થાઓ દેવત વગરની બની છે. અને ધનિકોની દાસી બની છે. ધન ભેગુ કરવાનો જ હેતુ શિક્ષણ સંસ્થાઓ અને નકલખોરોએ અપનાવ્યો છે. બધે જ આ હાલત છે. મંદિરો અને આશ્ર્વમો સુધી છે.

રાજકારણીઓ અને નેતાઓ ધાર્મિક ઉપદેશ આપવા લાગ્યા છે. કથાકારો એમની વ્યાસપીઠ સાથે સંકળાયેલી મર્યાદાઓ લોપવા માંડયા છે.  કથાકારનો ધર્મ ચૂકવા લાગ્યા છે. ધનની કમાણી, ભૌતિક સંપત્તિનો સંચય અને પોતાની સંસ્થા પ્રત્યેની ફરજો પ્રતિ આંખ આડા કાન કરવા લાગ્યા છે.

રાજસત્તાના પેઠેલા બગાડ રાષ્ટ્રને માટે અને માતૃભુમિ માટે હાનિકર્તા છે અને સાંસ્કૃતિક મૂલ્યોને નુકશાન પહોંચાડે તેમ છે. એના પ્રતિ ચૂપ રહેવું એમાં શું અધાર્મિકતા નથી? આપણા દેશમાં ભાષપખોરી દગાખોરી, રાષ્ટ્રદ્રોહ, સ્વાર્થની અંધતા અને અધમતા સહિત સઘળું છે. જે માગીએ અને જે હવું જ જોઇએ એ નથી મળતું.ચૂંટણીઓમાં અને રાજનેતાઓમાં પ્રમાણિકતા અને પવિત્રતા વગર એ હરગિઝ નહિ સંભવે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.