Abtak Media Google News

કર્મચારી યુનિયને પીટીશન પરત ખેંચી લીધા બાદ એક કર્મચારીએ ફરી પીટીશન દાખલ કરતા ભરતી પ્રક્રિયા ઘોંચમાં

રાજકોટ મહાનગરપાલિકામાં પાંચ આસીસ્ટન્ટ કમિશનરની ભરતી કરવામાં આવી છે જે ગેરકાયદે હોવા અંગે એક કર્મચારીએ ફરી પીટીશન દાખલ કરતા ભરતી પ્રક્રિયા ઘોંચમાં પડી છે.

બે વર્ષ પૂર્વે મહાપાલિકામાં પાંચ આસી.કમિશનરની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા ગેરકાયદેસર હોવા અંગે કર્મચારી યુનિયન દ્વારા હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં કર્મચારી યુનિયને આ પીટીશન પરત ખેંચી લેતા પાંચ આસી.કમિશનરની ભરતીનો માર્ગ મોકળો યો હતો. જો કે, ભરતી પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવે તે પૂર્વે જ વધુ એક કર્મચારીએ આસી.કમિશનરની ભરતી સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવા અંગે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા વધુ એક વખત આસી.કમિશનરની ભરતીની સમગ્ર પ્રક્રિયા ઘોંચમાં પડી જાય તેવી દહેશત વર્તાઈ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.